ફ્લાઇંગ બાઇકની બુકિંગ શરૂ, 40 મિનિટ સુધી ઊડી શકે છે હવામાં, આટલી છે કિંમત, જાણો કયાં બુકિંગ કરવી શકો છે 

Share this story

Booking of flying bike starts, can fly up to 40 minutes

  • ડેટ્રોઇટ ઓટો શો 2022માં હવામાં ઉડતી બાઇક જોવા મળી હતી અને ત્યારથી આ બાઇકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રસ્તા પર ચાલતી બાઇક હવામાં ઊડે એ જોવું કેટલું રોમાંચક હશે નહીં ? સામાન્ય રીતે બાઇકને રસ્તા પર ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે પણ ટેક્નોલોજીના (Technology) આ યુગમાં હવે બાઇક હવામાં પણ ઉડવા લાગી છે. દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક (Flying bike) હવામાં ઉડતી નજર આવી છે.

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇકે અમેરિકામાં તેનું ડેબ્યુ કર્યું છે. દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક XTurismo એક હોવરબાઇક છે. ડેટ્રોઇટ ઓટો શો 2022માં હવામાં ઉડતી બાઇક જોવા મળી હતી અને ત્યારથી આ બાઇકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કેટલી હશે સ્પીડ ? 

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક XTURISMO છે અને આ અનોખી બાઇક 40 મિનિટ સુધી હવામાં ઉડવા માટે સક્ષમ છે. જો આ બાઈકની સ્પીડની વાત કરીએ તો તે 62 mphની સ્પીડ સુધી હશે અને આ વિશે સત્તાવાર રીતે ઓક્ટોબર 2021 માં જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકામાં પહેલીવાર જોવા મળેલી આ બાઇકને ‘ડાર્ક સાઇડ ઓફ લેન્ડ સ્પીડર’ નામ આપવામાં આવ્યું છે.

કેટલી છે બાઈકની કિંમત ? 

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક XTURISMO જાપાનની AERWINS Technologies દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ કંપની એર મોબિલિટી ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરે  અને આ કંપનીએ જાપાનમાં જ XTURISMO તૈયાર કર્યું છે. Airwins Technologiesના સ્થાપક અને ડિરેક્ટર Shuhei Komatsu તેને 2023 સુધીમાં યુએસ માર્કેટમાં લોન્ચ કરવા માંગે છે. XTurismo ની કિંમત વિશે વાત કરીએ તો  હાલમાં 7,70,000 ડોલરમાં એ વહેંચાઈ રહી છે.

આ રીતે ડીઝાઈન કરી :

બાઇકની ફ્યૂચરિસટીક ડિઝાઇનને છેલ્લા બે વર્ષથી ડેવલપ કરવામાં આવી રહી છે. રાઇડરને સુરક્ષિત રાખવા માટે તેમાં વિવિધ પ્રકારના સેન્સર લગાવવામાં આવ્યા છે.

Gandhinagar માં આજે માહોલ ગરમ, ભારે માત્રામાં પોલીસ તૈનાત, જવાનો સામે જ આરપીએફ ખડકાઈ

હાલમાં આ બાઇક સિંગલ રાઇડર બાઇક છે. XTURISMO ની ડિઝાઇન વિશે વાત કરીએ તો તેની બોડી બાઇક જેવી લાગે છે પણ હેલિકોપ્ટરની જેમ હવામાં ઉડે છે અને સુરક્ષિત લેન્ડિંગ માટે સ્કિડ લગાવવામાં આવ્યું છે.

ખરીદવા માટે કરવું પડશે આ કામ :

દુનિયાની પહેલી ફ્લાઇંગ બાઇક  XTURISMOને ખરીદવા માટે AERWINS Technologiesની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓર્ડર કરી શકાય છે.  હાલમાં લિમિટેડ એડિશનમાં ઉપલબ્ધ છે અને તે રેડ, બ્લૂ અને બ્લેક એમ ત્રણ રંગોમાં મળશે. આ બાઇકને ખરીદવા માટે તમારે 6 કરોડથી વધુ ખર્ચ કરવો પડશે.

આ પણ વાંચો :-