Sunday, Jul 13, 2025

અમદાવાદમાં છપ્પન વર્ષની ઉંમરે મહિલા એવું કામ કરતા પકડાઈ કે મોટા ગુનેગારો પણ શરમાય

3 Min Read

In Ahmedabad, at the age of fifty-six,

  • પોલીસે બાતમીના આધારે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરતા અન્ય માહિતી પણ સામે આવી છે કે, મહિલા અગાઉ રાજસ્થાન, દિલ્હી, બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અનેક જ્વેલર્સના દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગઈ છે.

અમદાવાદમાં (Ahmedabad) જાણે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો હોય તેમ રોજબરોજ ચોરી, મર્ડર અને છેડતીથી લઇ ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) એક મહિલાની ધરપકડ કરી છે જેની ઉમર 56 વર્ષની છે પરંતુ 56 વર્ષની ઉંમરમાં પણ આવું કામ કરતી હતી કે મોટા મોટા ગુનેગારને (Criminal) શરમાવી દે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં રહેતી મહિલાની ધરપકડ કરી છે જે પોતાના ભાઈની સાથે કારમાં ચોરી કરવા નીકળતી હતી અને ચોરી કરીને ફરાર થઈ જતી હતી.

મળતી માહિતી પ્રમાણે આરોપી મહિલા 20 દિવસ પેહલા પોતાના ભાઈ સાથે કારમાં નીકળી સેટેલાઈટમાં આવેલ શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ હરિત ઝવેરીના ત્યાં મુલાકાત લઈ સોનાના દાગીના જોવાના બહાને સોનાની બંગડી નજર ચૂકવીને ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જેથી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેને લાઈન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન પોલીસે બાતમીના આધારે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરતા અન્ય માહિતી પણ સામે આવી છે કે મહિલા અગાઉ રાજસ્થાન, દિલ્હી, બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અનેક જ્વેલર્સના દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગઈ છે અને તે સિવાય વર્ષ 2020માં એલિસબ્રીજ અને સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરીના કેસમાં પકડાઈ ગયેલ છે અને જે મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

હાલમાં આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને આ મહિલા આ સિવાય અન્ય કોઈ ગુનાઓ કરી છે કે કેમ અને આ મહિલા સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ કિસ્સાથી અન્ય જ્વેલર્સના માલિકોને સાવધાન રહેવાની જરૂર છે.

આ પણ વાંચો :-

 
Share This Article