અરેરે એક શ્વાન પર આવો જૂલમ ! જોધપુરના ડોક્ટરે કાર સાથે બાંધીને દોડાવ્યો, લોહિલુહાણ

Share this story

Alas, oppression on a dog! Doctor from

  • રાજસ્થાનના જોધપુર શહેરના એક ડોક્ટરે અબોલ પ્રાણી સાથે ક્રૂરતા આચરી તેનો એક વીડિયો વાયરલ થયો છે.

રાજસ્થાનના (Rajasthan) જોધપુર શહેરમાં પાલતૂ શ્વાન (Pet dogs) સાથે ડોક્ટરની કૂરતાની ઘટના બની છે. ડોક્ટરે કૂતરાને પોતાની કાર સાથે દોરડાથી બાંધીને જોધપુરની (Jodhpur) ગલીઓમાં દોડાવ્યો હતો. હવે તેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા (Social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. માનવતાને શરમાવે તેવા આ વીડિયો અને ફોટો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ડોક્ટર સામે પશુ ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે.

જોધપુરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.રજનીશ ગલવાની કરતૂત :

રવિવારે સવારે જોધપુરના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડો.રજનીશ ગલવાએ કૂતરાના ગળામાં દોરડું બાંધીને તેને કાર સાથે બાંધી દીધો હતો પછી કાર ચાલુ કરીને ભગાવી મૂકી હતી અને તેને ઢસડાવું પડ્યું હતું. કાર સ્પીડમાં દોડતી હોવાથી કૂતરો પોતાનો જીવ બચાવવા મરણિયા દોડતો રહ્યો. દોડતી વખતે કૂતરો ઘણી વખત પડી ગયો હતો અને લોહી નીકળ્યું હતું અને તેને ઈજા થઈ હતી.

કેટલાક યુવાનો વચ્ચે બાઈક લાવીને શ્વાનને બચાવ્યો  :

કેટલાક યુવકોએ આ જોયું તો તેમણે કારની સામે બાઇક રોકીને કૂતરાને બચાવી લીધો હતો. ડોક્ટરે કહ્યું કે આ કૂતરો તેના ઘરની આસપાસ ભસે છે. તેઓ તેને કોર્પોરેશનના એન્ક્લોઝરમાં છોડી દેવા જઈ રહ્યા છે. ડોક્ટરની કૂતરાને લઈ જવાની રીત એટલી ક્રૂર હતી કે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

એનિમલ કેર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ અપર્ણા બિસાએ જણાવ્યું હતું કે, જ્યારે આ કૃત્ય માટે ડોક્ટરને રોકવામાં આવ્યા ત્યારે ડોક્ટર તેમને રોકનાર યુવકો સાથે ઝગડો કર્યો હતો.

સમાચાર મળતાં પ્રાણીઓ માટે કામ કરતી એનજીઓની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, ત્યારે ડોક્ટર તેમની સાથે પણ લડવા લાગ્યા. ત્યાર બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવક અને એનજીઓ કાર્યકર્તાઓને મદદ કરી કૂતરાને ડોક્ટરની ચુંગાલમાંથી છોડાવવા માટે મદદ કરી હતી.

આ પણ વાંચો :-