VIDEO: A young man started offering Namaz
- પેશાવરથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં એક વ્યક્તિએ હંગામો કર્યો હતો. ક્યારેક ફ્લાઈટમાં નમાજ વાંચતા જોવા મળ્યો તો ક્યારેક જમીન પર સુતેલો હતો.
પાકિસ્તાનથી (Pakistan) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં અહીં પેશાવરથી દુબઈ (Peshawar to Dubai) જઈ રહેલી ફ્લાઈટમાં એક વ્યક્તિએ હંગામો કર્યો હતો. ક્યારેક ફ્લાઈટમાં નમાજ વાંચતા જોવા મળ્યો તો ક્યારેક જમીન પર સુતેલો હતો. આ વ્યક્તિએ ફ્લાઇટની બારીનો કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ફ્લાઇટમાં સવાર અન્ય લોકો આ વ્યક્તિના કૃત્યથી ડરી ગયા હતા. જો કે તેનો તમાશો ચાલુ જ રહ્યો. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આ વ્યક્તિ કોણ છે અને તેણે આવું કેમ કર્યું. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે પેશાવરથી દુબઇ જઇ રહેલી ફ્લાઇટમાં હંગામો મચાવનાર એક વ્યક્તિને બ્લેકલિસ્ટ કરી દીધો છે.
ફ્લાઇટમાં નમાજ પઢવાનો પ્રયાસ :
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહેલા આ વ્યક્તિ પોતાની સીટ પરથી ઉઠીને નીચે જમીન પર માથા પર રૂમાલ બાંધીને બેસી જાય છે. પછી તે નમાઝ વાંચવાનું શરૂ કરે છે. જ્યારે તે આવું કરે છે ત્યારે ફ્લાઇટ એટેન્ડન્ટ તેને રોકવાનો પ્રયાસ કરે છે.
રાજયમાં આંદોલનનો અંત ક્યારે ? સરકાર સામે વધુ એક આંદોલન ! વન રક્ષક સત્યાગ્રહ છાવણી પર
પરંતુ તે માનતો નથી અને જીદ કરવા લાગે છે. તે પછી તે ફ્લોર પર ઊંધું સૂઈ જાય છે અને ફ્લાઇટ એટેન્ડન્ટ તેને ઉભા થઈને તેની સીટ પર પાછા બેસવાની વિનંતી કરે છે.
ફ્લાઇટ ઉપડતાંની સાથે કૃત્યો ચાલુ કર્યા :
વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ એવું કહેતા નજરે પડે છે કે, ફ્લાઈટ ટેક ઓફ થતા જ તેણે આ કૃત્યો શરૂ કરી દીધા છે. અહીં હાજર અન્ય મુસાફરો પણ સાક્ષી છે. તે બાકીના મુસાફરોને પરેશાન કરી રહ્યો છે. આ બધા લોકો તેને જોઈ રહ્યા છે. ક્યારેક અઝાન આપે છે તો ક્યારેક નીચે સુઈ જાય છે.
બારીનાં કાચ તોડવાનો પ્રયાસ :
પેશાવરથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટના વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફ્લાઈટ અટેન્ડન્ટ દ્વારા રોકવામાં આવ્યા બાદ આ વ્યક્તિ પોતાનો શર્ટ ઉતારીને લાત મારીને બારીના સીટના કાચ તોડવાની કોશિશ કરે છે. જોકે મજબૂત હોવાને કારણે કાચ તૂટતો નથી. આ જોઈને બાકીના મુસાફરો હેરાન થઈ જાય છે.
આ પણ વાંચો :-