Chandigarh MMS leak trail reaches
- ચંડીગઢ MMS લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આરોપી યુવતી પાસેથી એક ડિવાઈસ મળ્યું છે જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં વીડિયો સેવ થતા હતા.
ચંડીગઢ MMS લીક (Chandigarh MMS Leak) કાંડના તાર મુંબઈ (Mumbai) અને ગુજરાત (Gujarat) સાથે જોડાઈ રહ્યા છે. આ મામલે ચોથા વ્યક્તિની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આરોપી યુવતી પાસેથી એક ડિવાઈસ મળ્યું છે જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં વીડિયો સેવ થતા હતા.
સોમવારે મોહાલી સ્થિત ચંડીગઢ યુનિવર્સટીની ગર્લ્સ હોસ્ટલ એમએમએસ કાંડમાં ધરપકડ કરાયેલી વિદ્યાર્થીની અને બે યુવકને કોર્ટમાં રજૂ કરાયા હતા.
કોર્ટે ત્રણેયને સાત દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. SIT રિમાન્ડ બાદથી જ આ મામલે તપાસમાં લાગી ગઈ છે અને સોમવારે સાંજથી આરોપીઓની પૂછપરછ ચાલુ છે.
SIT સાથે જોડાયેલા એક DSP એ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. જ્યાં તેમણે પૂછપરછ કરી. હવે આ મામલાના તાર મુંબઈ અને ગુજરાત સાથે પણ જોડાઈ રહ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આરોપીઓના મોબાઈલ ફોન પર ગુજરાત અને મુંબઈથી પણ ફોન આવ્યા છે. તેમનું તેની સાથે શું કનેક્શન છે તે અંગે SIT ટીમ પૂછપરછ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આ મામલે એક અન્ય વ્યક્તિ પણ છે જે યુવતીને બ્લેકમેઈલ કરી રહ્યો હતો.
તેની ધરપકડ થવાની બાકી છે. તેને પકડવા માટે ટીમ નીકળી ચૂકી છે. આરોપી વિદ્યાર્થીની તેના બોયફ્રેન્ડ સન્નીને જે વીડિયો મોકલતી હતી તે વીડિયોને સન્ની એક ડિવાઈસમાં સ્ટોર કરતો હતો. સન્ની પાસેથી તે ડિવાઈસ રિકવર કરી લેવાયું છે અને તેને ફોરેન્સિક ટીમને મોકલી દેવાયું છે.
આ પણ વાંચો :-