નશામાં ધૂત પંજાબ CM ભગવંત માનને જર્મનીમાં ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા, વિપક્ષે રાજીનામું માંગ્યું 

Share this story

Drunk Punjab CM Bhagwant Mann kicked

  • પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન એક વખત ફરીથી વિવાદોમાં સપડાયા છે.

ભગવંત માનને જર્મનીમાં (Bhagwant Mann Germany Visits) એક પ્લેનમાંથી નીચે ઉતારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન જર્મનીથી પરત ફર્યાં છે, પરંતુ તેમના એક દિવસ બાદ પરત ફરવાને લઈને વિપક્ષી પાર્ટીઓએ (Opposition part) તેમને ઘેર્યાં છે અને જવાબ માંગ્યો છે.

શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલ, સીનિયર નેતા બિક્રમસિંહ મેજીઠિયા, કોંગ્રેસના પ્રતાપસિંહ બાજવા, સુખપાર સિંહ ખૈહરા વગેરેએ સ્પષ્ટતા માંગી છે.

સુખબીર બાદલે એક ટ્વીટ કરતાં કહ્યું છે કે, જર્મની પ્રવાસ પર ગયેલા મુખ્યમંત્રી ભગવંત માનને લુફ્થાંસા એરલાઈન્સની ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી માન એટલા નશામાં હતા કે, તેઓ ચાલી પણ નહતા શકતા. તેમના કારણે ફ્લાઈટ પર 4 કલાક મોડી પડી. આ ઘટના વિશ્વભરના પંજાબીઓ માટે શરમજનક છે.

એક સાથી મુસાફરના ટ્વીટના આધારે સુખબીરે જણાવ્યું કે, આ પ્રકારના રિપોર્ટોએ સમગ્ર વિશ્વમાં પંજાબીઓને પરેશાન કર્યાં છે. આ સાથે જ તેમને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. ખાસ વાત છે કે, મુખ્યમંત્રીના આ રિપોર્ટ પર આમ આદમી પાર્ટીએ ચૂપકિદી સાધી છે. તેમણે કેજરીવાલ પાસે સ્પષ્ટતા માંગી છે.

Image

આ સાથે જ તેમણે ભારત સરકાર સમક્ષ હસ્તક્ષેપ કરવાની માંગ કરતા જણાવ્યું છે કે, આ બાબત દેશ અને પંજાબના ગૌરવનો સવાલ છે. સરકારે આ બાબતે જર્મન સરકાર સાથે વાત કરવી જોઈએ.

પંજાબમાં નેતા વિપક્ષ પ્રતાપસિંહ બાજવાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનને જર્મનીમાં જે હાલતમાં ફ્લાઈટમાં ઉતારી દેવામાં આવ્યાં છે. તેને જોતા મુખ્યમંત્રીએ નૈતિક્તાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ. તેમની આ હરકતે સમગ્ર દેશનું માથું શરમથી ઝૂકાવી દીધુ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભગવંત માન વધારે દારુ પીવાના કારણે વિવાદોમાં સપડાઈ ચૂક્યાં છે. અગાઉ પણ માન દારુના નશામાં પંજાબમાં કેમ્પેઈન કરતા જોવા મળ્યા હતા.

 આ પણ વાંચો :-