A nasty chat between BJP leader and teacher
- ભાજપના પાર્થે જમીનની ફાઇલ ક્લીયર કરવા 7 લાખ રૂપિયા માગ્યા હોવાની ઓડિયો ક્લીપ સામે આવી છે. એટલું જ નહીં આ ઉપરાંત ઉત્તર ગુજરાતની શિક્ષિકા સાથેની બિભત્સ ચેટ પણ વાઇરલ થઈ છે.
ગુજરાત વિધાનસભાની (Gujarat Legislative Assembly) ચૂંટણીઓ નજીક આવી રહી છે તેની સાથે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. એટલું જ નહીં હવે ફરી એકવાર ઓડિયો અને વીડિયો ક્લીપ (Video clip) વાયરલ થવાનો દોર શરૂ થઈ ગયો છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં શહેર ભાજપના નેતા પાર્થની એક ઓડિયો ક્લીપ અને એક શિક્ષિકા (Teacher) સાથેની બિભત્સ ચેટિંગ (Nasty chatting) વાયરલ થતાં હાલ ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ શિક્ષિકા વડોદરામાં 7થી 9 ઓગસ્ટ હોટલમાં રોકાઈ હતી. ઉત્તર ગુજરાતમાં આવેલી એક સ્કૂલનો ભાડા પટ્ટો વધારવા માટે શહેર ભાજપના પાર્થે 7 લાખ રૂપિયામાં કામ કરાવી આપશે તેમ કહી ટ્રસ્ટની શિક્ષિકાને વડોદરા બોલાવી હતી.
જેમાં પાર્થે યુવતી સાથે બીભત્સ ચેટિંગ કરી હોવાના પણ સ્ક્રીન શોટ વાઇરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે. ઉત્તર ગુજરાતમાં આવેલી સ્કૂલની જમીનનો ભાડાપટ્ટો વધારવા માટે ત્યાંની એક શિક્ષિકાએ વડોદરાના વકીલનો સંપર્ક કરી વડોદરા શહેરના ભાજપના પાર્થ સાથે વાતચીત કરાવી હતી. જેમાં આ કામગીરી કરવા માટે પાર્થે 7 લાખ રૂપિયાની માંગ કરી પહેલાં 3 લાખ રૂપિયા અને ખર્ચના 50 હજાર રૂપિયા લઈ લેવા જણાવ્યું હતું.
એડવોકેટ ભાવિન વ્યાસ-ભાજપ નેતા પાર્થની ઓડિયો વાયરલ :
પાર્થ : પેલામાં 6.50થી 7 જેવો ખર્ચ થશે, બીજી વસ્તુ કે એ આપણે ધક્કા થશે એનો ખર્ચ કોણ કાઢશે?
ભાવિન : એ લોકો જ આપશે ને
પાર્થ : બીજું કે સાહેબ તો નીકળી ગયા છે, વાત થઈ નથી હું રાતે વાત કરું છું
ભાવિન : અમે પણ નીકળી ગયા હતા ખંડેરાવ માર્કેટમાં ચિંતનભાઈ ની ઓફિસમાં
પાર્થ : 7 પેટી કહી દે, હમણાં લાખ આપે, 50 હજાર આપણા ખર્ચના.
ભાવિન : સાડા ત્રણ લાખ.
પાર્થ : અને બીજા પોણા ચાર રહ્યા એવું કહી દે.
ભાવિન : થઈ જશે કહી દઉં ને
પાર્થ : એ તો જોઈએ ત્યાં સુધી કંઈ કહેવાય નહીં, મારે વાત થઈ પણ આપણે જે સવાલ છે ને એ જ લોકોના માઇન્ડમાં છે, ક્રિશ્ચન ટ્રસ્ટ છે.
ભાવિન : એટલે મેઇન ટ્રસ્ટી જોડે વાત કરી લઉં.
પાર્થ : બીજી એવી વાત છે જે હું ક્લિયર કરું છું આપણે કામ પહેલા, જઈને આવીએ ત્યાર પછી 500 ના સ્ટેમ્પ પેપર પણ લખાણ લખાવવાનું છે. આ પેમેન્ટ કરે છે તે કોઈ જમીન વિશે એક નથી.
ભાવિન : લીગલ એડવાઇસ
પાર્થ :ના, જમીનની મેટર નથી લેવાની, તેમાં અમારી શાળામાં રમત ગમતની તાલીમ આપવા મારી એકેડેમીનું નામ આપી દઈશ,તેઓએ 2020-21 અને 22માં તાલીમ આપેલી હતી. તે પેટેના 7 લાખ ચૂકવી રહ્યા છે.
ભાવિન : બરાબર
પાર્થ : જેની તાલીમ જુલાઈ 2022 ના રોજ ખતમ થઈ છે અને અમે પેમેન્ટ ચૂકી રહ્યા છે. જમીનનો વિષય ન આવે. કાલે ઉઠીને કોઈ વિષય એવો બને કે મારા ફ્યુચર પોલિટિકલ પર અસર થાય, મારા પર જમીનનો આક્ષેપ થાય તો મારી પાસે સોગંદનામં હોય. આપણા ભવિષ્યનો વિચાર કરી રહ્યો છું. 5 વર્ષ પછી પલટી જઈ અને દાવ લઈને આવે તો શું કરવાનું ?
ભાવિન : હા બરાબર, હું પણ ભરોસો નથી કરતો
પાર્થ : આપણે બે દિવસથી ઓળખીએ છીએ.
શિક્ષિકા વડોદરામાં 7થી 9 ઓગસ્ટ સુધી હોટલમાં રોકાઈ હતી. જ્યાં પાર્થ તેને મળ્યો હતો અને ફાઇલ વિશે ચર્ચા કરી હતી. જોકે ત્યારબાદ સાહેબને મળવા માટે 7 લાખમાં કામ થશે તેમ જણાવી હૈયાધારણા આપી હતી, પરંતુ કોઈ કારણસર કામ ન થતાં તે કામગીરી થઈ શકી નહતી.
શહેરના વકીલ અને પાર્થ વચ્ચે વાઇરલ થયેલા ઓડિયોમાં રૂા. 500 સ્ટેમ્પ પર રૂા. 7 લાખ જમીન પેટે નહિ, પરંતુ પાર્થની એકેડેમીએ શાળામાં તાલીમ આપી હોવાથી ચૂકવી રહ્યા હોવાનું લખાવવાની વાત થઈ છે. જોકે આ ઓડિયો સાથે શિક્ષિકા સાથે પાર્થે કરેલી બીભત્સ ચેટ પણ વાઇરલ થઈ છે.
આ પણ વાંચો :-