Finance Minister made a big announcement
- પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી પરેશાન લોકો માટે કામના સમાચાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકાર હવે દર 15 દિવસે ક્રૂડ ઓઇલ, ડીઝલ-પેટ્રોલ અને વિમાન ઇંધણ (ATF) પર લગાવવામાં આવેલા ટેક્સની સમીક્ષા કરશે.
પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel) વધતા જતા ભાવથી પરેશાન લોકો માટે કામના સમાચાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકાર હવે દર 15 દિવસે ક્રૂડ ઓઇલ, ડીઝલ-પેટ્રોલ અને વિમાન ઇંધણ (ATF) પર લગાવવામાં આવેલા ટેક્સની સમીક્ષા કરશે. જોકે આંતરરાષ્ટ્રીય કિંમતોને (International prices) ધ્યાનમાં રાખતાં સરકાર દ્વારા ટેક્સની સમીક્ષા દર પંદર દિવસે કરવામાં આવશે.
નાણામંત્રીએ કહી મોટી વાત :
નાણામંત્રી સીતારમણે કહ્યું કે આ એક મુશ્કેલ સમય છે અને વૈશ્વિક સ્તર પર ઓઇલના ભાવ બેલગામ થઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે ‘અમે નિર્યાતને હતોત્સાહિત કરવા માંગતા નથી પરંતુ ઘરેલૂ સ્તર પર તેની ઉપલબ્ધતા વધારવા માંગીએ છીએ. જો ઓઇલ ઉપલબ્ધ નહી થાય અને નિર્યાત અપ્રત્યાશિત લાભ સાથે રહેશે તો તેમાં ઓછામાં ઓછો ભાગ પોતાના નાગરિકો માટે પણ રાખવો જરૂરી રહેશે.
પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણ પર નિર્યાત ટેક્સ :
સરકારે શુક્રવારે જ પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણના નિર્યાત પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઇએ કે પેટ્રોલ અને એટીએફના નિર્યાત પર છ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના નિર્યાત પર 13 રૂપિયા પ્રતિ લીટરના દરથી ટેક્સ લગાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ નવો નિયમ એક જુલાઇથી લાગૂ થઇ ગયો છે.
સ્થાનિક સ્તર પર ઉત્પાદિત ઓઇલ પર પણ ટેક્સ :
રૂપિયાના ઘટાડા પર નાણામંત્રીએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક અને સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. સરકાર આયાત પર રૂપિયાના મૂલ્યની અસરને લઇને પણ સંપૂર્ણપણે સચેત છે.
આ પણ વાંચો :-