Friday, Apr 18, 2025

ગુડ્ડુભૈયા ચડશે ઘોડીએ, ભોલી પંજાબન સાથે કરશે લગ્ન, લાંબા સમયથી પ્રેમમાં ગળાડૂબ કપલ આખરે પરણી જશે

2 Min Read

Guddubhaiya will ride a horse, Bholi will

  • બોલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અલી ફઝલ સાથે 4 ઓક્ટોબરના રોજ લગ્ન કરશે.

અભિનેત્રી રિચા ચઢ્ઢા (Richa Chadha) તેના પ્રેમી અલી ફઝલ (Ali Fazal) સાથે લગ્ન કરવા માટે તૈયાર છે અને જ્યારે ચાહકો તેમના લગ્ન કેવા હશે તે વિશે વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છે. જાણવા મળ્યું છે કે તેના લગ્નની (Marriage) તારીખ 4 ઓક્ટોબર છે.

4 ઓક્ટોબરના રોજ થશે લગ્ન  :

તેમના લગ્નના રિવાજો 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. લગ્ન પહેલાના ત્રણ ફંક્શન્સ – કોકટેલ, સંગીત અને મહેંદી થવાની સંભાવના છે. આ ત્રણેય પ્રસંગો નવી દિલ્હીમાં યોજાય તેવી શક્યતા છે.

આ દરમિયાન સમાચારો સામે આવી રહ્યા છે કે રિચા ચઢ્ઢાના લગ્ન માટે આભૂષણો બિકાનેરના એક 175 વર્ષ જૂના જ્વેલર પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવશે. જે દુલ્હનના આભૂષણો બનાવવા માટે પ્રચલિત છે.  દિલ્હીના સમારોહ માટે, રિચાના આભૂષણોને તૈયાર કરવામાં આઆવી રહ્યા છે.

રિચા ચઢ્ઢા-અલી ફઝલનું પ્રી વેડિંગ સેલિબ્રેશન  :

બંનેનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ભારતના સૌથી જૂના ક્લબમાં થશે. આ ક્લબ દિલ્હીના જીમખાના ક્લબના નામથી પ્રચલિત છે. 1913માં ક્લકબની સ્થાપના થઈ હતી. એવું કહેવાય છે કે અહીં સભ્યપદ માટે લગભગ 37 વર્ષનું વેઇટિંગ લિસ્ટ છે.

આ પણ વાંચો :-

Share This Article