1 લાખની લાંચ લેતા નવસારી જિલ્લા પુરવઠા અધિકારી ઝડપાયા 

Share this story

Navsari district supply officer

  • નવસારીના પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવ આજે સાંજે એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

બનાવની મળતી વિગત મુજબ એક જાગૃત્ત નાગરિક (An informed citizen) એલ.ડી.ઓ. લાઇટ ડિઝલ ઓઇલ અને લુબ્રીકેન્ટ ઓઇલનો વેપાર કરે છે. તા.8-9-22ના રોજ લાઇટ ડીઝલ ઓઇલનો (Light diesel oil) જથ્થો લઇ જતાં તેના ટાટા આઇસર ગાડીને નવસારી જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવે (ક્લાસ વન કર્મચારી વહન કરાતા ડીઝલ ઓઇલ (Diesel oil) અંગેના જરૂરી દસ્તાવેજો ચેક કરવા માંગ્યા હતા.

આ દસ્તાવેજો ચેક કર્યા બાદ લાયસન્સ, બીલ વિગેરેની તપાસ કરી ફરિયાદીની આઇસર ગાડીને જવા દીધી હતી. જો કે એ પછી આરોપી નવસારી જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ. 1,00,000ની માંગ કરી હતી. આ રકમ આ વેપારી આપવા ન માંગતો હોય તેણે આ બાબતે એસીબીનો સંપર્ક કરી પુરવઠા અધિકારી સામે ફરિયાદ આપી હતી.

ફરિયાદને આધારે આજે તાપી જિલ્લા એસીબીના અધિકારી એસ.એચ.ચૌધરીએ મદદનીશ નિયામક એસીબી સુરત એકમને જાણ કરી છટકુ ગોઠવ્યું હતું. આ છટકા મુજબ ફરિયાદીએ ડીએસઓએ લાંચ પેટે રૂ.1,00,000 નવસારી ગણદેવી રોડ પર આવેલ રાજહંસ થીયેટરના પાર્કિગમાં લેવા આવવા જણાવતાં આરોપી લાંચ પેટે એક લાખ રૂપિયા લેવા માટે થીયેટરના પાર્કિંગમાં પહોંચ્યા હતા.

નવસારી જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ યાદવે આ રૂપિયા સ્વીકારતા જ તાપી એસીબીની ટીમે તેમને રૂ.1 લાખ સાથે રંગેહાથે ઝડપી લીધા હતા. આ બાબતે યાદવને પુરવઠા અધિકારીની ઓફિસમાં લાવી જરૂરી કાર્યવાહી એસીબીએ શરૂ કરી છે.

આ પણ વાંચો :-