પશ્ચિમ બંગાળના બીરભૂમથી ભાજપના ઉમેદવારનું નામાંકન રદ

Share this story

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી દેબાશિષ ‘નો ડ્યૂઝ સર્ટિફિકેટ’ રજૂ કરવામાં નિષ્ફળ ગયા. આ પછી ચૂંટણી અધિકારીએ તેમનું નામાંકન નામંજૂર કર્યું હતું. દેબાશિષ ધર ગયા મહિને આઇપીએસ પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આ પછી તેમને બીરભૂમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા.

આરપી એક્ટની કલમ ૩૬ મુજબ ઉમેદવારે પાણી, રહેણાંક, વીજળી સહિતના બિલ ચુકાવવાના હોય છે, જેમાં જે-તે વિભાગો નોડ્યૂઝમાં લખી આપે છે કે, સંબંધિત વ્યક્તિનું કોઈપણ બાકી લેણું નિકળતું નથી. જો આ નોડ્યૂઝ સર્ટિફિકેટ જમા કરવામાં ન આવે તો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે. દેબાશીષ ધરે તાજેતરમાં જ આઈપીએસ અધિકારીના પદ પરથી રાજીનામું આપી રાજકારણમાં એન્ટ્રી લીધી હતી.

એપ્રિલ ૨૦૨૧ માં જ્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓ કૂચ બિહાર જિલ્લાના પોલીસ અધિક્ષક હતા. ચૂંટણીના દિવસે, શીતલકુચીમાં એક બૂથ પર વિક્ષેપ દરમિયાન કેન્દ્રીય સૈન્યના જવાનોએ ગોળીબાર કર્યો હતો. રાજ્ય સરકાર તત્કાલીન પોલીસ અધિક્ષક દેબાશીષ ધર દ્વારા ચૂંટણી પંચને આપેલા અહેવાલથી ખુશ ન હતી જેમાં ૪ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી દેવાશીષ ધરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

દેબાશિષ કહ્યું હતું કે રાજ્ય સરકારે કોઈ મંજૂરી આપી નથી કારણ કે ધર સામે ખાતાકીય કાર્યવાહી ચાલી રહી છે. જેના કારણે ધર માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. ભાજપે કહ્યું હતું કે જો તેમની ઉમેદવારી ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવે તો ભાજપ પાસે ભટ્ટાચાર્ય હશે.

આ પણ વાંચો :-