અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે

Share this story

પાટીદાર અનામત આંદોલનથી લોકચાહના મેળવ્યા બાદ નાટકીય ઢબે આમ આદમી પાર્ટીમાં જોડાનાર પાટીદાર નેતાઓ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. આપના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ હજી ગત અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું. ત્યારે આ બે પાટીદાર નેતાઓ એકસાથે કેસરિયા કરવા જઈ રહ્યાં છે. આવતીકાલે વિધીવત રીતે બંને ભાજપમાં જોડાશે. ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમને ખેસ પહેરાવશે.

ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકા પણ બહાર પાડવામાં આવી છે. જેમાં શનિવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે તેવું લખવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ૨૬ એપ્રિલ, શનિવારના રોજ સુરતમાં આયોજિત એક ભાજપમાં જોડાશે.તેમજ આ પ્રસંગમાં સુરતના લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ, નિરંજન ઝાંઝમેરા, પ્રફુલ પાનશેરીયા, મુકેશ પટેલ અને દક્ષેશ માવાણી પણ હાજર રહેશે.

૨૦૨૦ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કોંગ્રેસને બદલે આપને સમર્થન કરતા સુરતમાં આપનો ઉદય થયો હતો. સુરતમાં PAASના કારણે જ આપનું અસ્તિત્વ બન્યું હતું પરંતુ હવે આવતીકાલે શનિવારે PAASના બે યુવા નેતાઓ સાથે ૨૦૦ જેટલા PAASના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં વરાછા વિસ્તારના એક સંમેલનમાં PAASના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આ પ્રસંગે સુરતના લોકસભા બેઠકના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલ, નિરંજન ઝાંઝમેરા, પ્રફુલ પાનશેરિયા, મુકેશ પટેલ અને દક્ષેશ માવાણી પણ હાજર રહેશે.

આદ આદમી પાર્ટીમાં જોડાયેલા આ નેતા વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમજ તેઓ આમ આદમી પાર્ટીનાં કાર્યક્રમમાં પણ મોટેભાગે ગેરહાજર રહેતા હતા. જે બાદ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અલ્પેશ અને ધાર્મિક માલવીયા દ્વારા 18 એપ્રિલનાં રોજ એકાએક રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો.

આ પણ વાંચો :-