૨૭ એપ્રિલ, ૨૦૨૪ : આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

Share this story

મેષઃ

માનસિક અસ્થિરતા વર્તાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. ખર્ચનું પ્રમાણ વધે. નાના ભાઇ બહેનોની ચિંતા રહે. આરોગ્ય જાળવવું. મગજમાં ઇજા થાય તો બેદરકાર રહેવું નહીં.

વૃષભઃ

માનસિક સ્થિરતા જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. જીવનસાથી સાથે આનંદ, પરંતુ જીવનસાથીની તબિયતની કાળજી જરૂરી.

મિથુનઃ

આર્થિક બાબતો માટે નબળો દિવસ. નાના ભાઇબહેનોની તબિયત સાચવવી. નવા રોકાણો કરતી વખતે સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સાચવવાની સલાહ છે. લોહી સંબંધી રોગોથી પરેશાની રહે.

કર્કઃ

મગજ ઉપર ભાર રહે. ડિપ્રેશનના દર્દીઓએ વિશેષ સાચવવું. આવક જળવાય. સંતાન સાથે વાદ વિવાદ ટાળવા. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાશે. દામ્પત્યક્ષેત્રે આનંદ. ખોટી સોબતથી સાચવવું.

સિંહઃ

ખર્ચનું પ્રમાણ વધે. શરદી-ખાંસી-તાવનો ઉપદ્રવ રહે. આજે બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. નોકરીમાં શાંતિ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય સારૂં.

કન્યાઃ

આવક જળવાય. છતાં નાણાંની વખતસર હેરફેરમાં પરેશાનીનો અનુભવ થાય. હાડકાનો દુઃખાવો તથા આંખની કાળજી રાખવી જરૂરી. પિતાની તબિયત સાચવવી. જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે.

તુલાઃ

આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ બહેનોની ચિંતા સતાવે. આરોગ્ય સાચવવું. બિમાર વ્યક્તિઓ માટે વિશેષ સાવધાની જરૂરી. પિતાની તબિયત સાચવવી. રોકાણો કરવામાં સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ

કાબેલીયતથી સફળતા મેળવી શકાય. અધિકારનો દુરૂપયોગ કરવો નહીં. માનસિક ચિંતા રહે. મુત્રપિંડ, આમાશય, પિત્તજન્ય રોગ તથા માનસિક રોગોથી સાવધાની જરૂરી. વકીલ,સેલ્સમેન, ટેકનોલોજીના વ્યવસાયથી લાભ.

 

ધનઃ

માનસિક ચિંતા રહે. વિચારોમાં નકારાત્મકતા વધતી જણાય. ડીપ્રેશન વાળી વ્યક્તિને એકલી મુકવી નહીં. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ જળવાય. મિત્રોનો સહકાર મળે.

 

મકરઃ

મનોબળ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. માથાના દુઃખાવાની સમસ્યા રહે. પરિવારના સભ્યોની ચિંતા સચાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત જરૂરી. મિત્રોની સલાહ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં.

 

કુંભઃ

નાણાંનો બગાડ અટકાવવો. હયાત રોકાણોમાંથી આવક જળવાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. વાહન સુખ મળે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. ધંધાકીય ક્ષેત્રે અગત્યનાં નિર્ણયો ટાળવા.

 

મીનઃ

સ્વભાવમાં આત્મવિશ્વાસ તથા ગુસ્સાનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતા જણાય. સંબંધમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો નથી.