ડી.કે. શિવકુમારે કોંગ્રેસ કાર્યકર્તાને થપ્પડ મારી, કર્ણાટક ભાજપે શેર કર્યો વીડિયો

Share this story

લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનો પ્રચાર શાંત થઈ ચૂક્યો છે અને મતદાન ૭ મેના રોજ થવાનું છે. આ પહેલા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોંગ્રેસ કાર્યકર્તાને લાફો મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈને ભાજપે ડી.કે.શિવકુમાર અને કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા છે.

VIDEO : ડી.કે. શિવકુમારે કોંગ્રેસ કાર્યકર્તાને લાફો ઝીંક્યો, કર્ણાટક ભાજપે સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયોઆ વીડિયો ત્યારનો છે જ્યારે ડી.કે. શિવકુમાર કર્ણાટકના હાવેરીમાં ધારવાડથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર વિનોદા અસૂતી માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. ક્લિપની શરૂઆત તેમની કારથી બહાર નિકળવાથી થાય છે અને લોકોનું ટોળું અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા હતા.

કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસના કાઉન્સિલરને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. ભાજપે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે ડીકે શિવકુમાર તેમની બાજુમાં નારા લગાવી રહેલા એક વ્યક્તિને થપ્પડ મારે છે, ત્યારબાદ ડેપ્યુટી સીએમની સુરક્ષા માટે તૈનાત પોલીસ તે વ્યક્તિને પાછળ ધકેલી દે છે.

શિવકુમારના લાફો માર્યા બાદ તેમના કાફલાની આસપાસ હાજર પોલીસને મનિયારને એક તરફ ધકેલતા જોઈ શકાય છે, ત્યારબાદ કોંગ્રેસ નેતા ત્યાંથી ચાલ્યા જાય છે. આ ક્લિપને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કર્ણાટક ભાજપે શેર કરી છે. પોસ્ટમાં ભાજપે લખ્યું કે, જ્યારે ડી.કે. શિવકમાર પ્રચાર માટે પહોંચ્યા તો કોંગ્રેસ કાર્યકર્તા ડીકે ડીકે ના નારા લગાવી રહ્યા હતા. જ્યારે ડી.કે. શિવકુમાર કારથી બહાર નિકળ્યા તો એક કાર્યકર્તાએ તેમના ખભા પર હાથ રાખ્યો. અચાનક થયેલા અનુચિત વ્યવહારથી ગુસ્સે ભરાયેલા શિવકુમારે કાર્યકર્તાને લાફો ઝીંકી દીધો. કાર્યકર્તાની ઓળખ નગરપાલિકા સભ્ય અલાઉદ્દીન મનિયાર તરીકે કરાઈ છે.

આ પણ વાંચો :-