રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાયુ, વિધાનસભામાં બહુમતીના આધારે લેવાયો નિર્ણય

Share this story

The Stray Cattle Control Bill was

  • ગુજરાત વિધાનસભાનું ચૂંટણી પહેલાંનું અંતિમ બે દિવસીય સત્ર હાલ ચાલી રહ્યું છે. જેમાં સરકારે આખરે રખડતા ઢોર નિયંત્રણના વિધેયકને પરત લેવાનું નક્કી કર્યું છે. શું છે તેની પાછળનું કારણ? જાણો રખડતા ઢોર મુદ્દે સરકારે કેમ કરવી પડી પાછી પાની…

લાંબા સમયથી ગુજરાતમાં રખડતા ઢોરના (Stray cattle) ત્રાસનો મામલો યક્ષ પ્રશ્ન બનીને ઉભો છે. આ મુદ્દે રખડતા ઢોરના નિયંત્રણ માટે એક કાયદો લાવવાનું નક્કી કર્યું હતું. જો કે આ સમગ્ર મામલે ભારે રાજકારણ બાદ આખરે આજે ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) ભાજપે બહુમતીના આધારે આ વિધેયક પરત ખેંચવાાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલા રખડતા ઢોર (stray cattle) અંગેના વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હતી.

જ્યારથી આ વિધેયક પસાર થયો હતો ત્યારથી તેઓ વિરોધ કરી રહ્યા છે. આ નારાજગી ખાળવા માટે સરકારે આ કાયદાના અમલમાં પાછી પાની કરવી પડી છે તેવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલો રખડતા ઢોર (stray cattle) અંગેનો કાયદાને હવે વિધાનસભામાં બહુમતીના આધારે પરત ખેંચી લેવામાં આવ્યો છે. મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. રખડતા પશુ નિયંત્રણ કાયદાને (Stray Animal Control Laws) લઈ માલધારી સમાજના (Maldhari community) ઉગ્ર વિરોધ બાદ હવે રાજ્ય સરકારે નમતું જોખ્યું છે.

આ વિધેયક પરત ખેંચવા અંગે રાજ્યમાં ઠેર-ઠેર માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્રો આપ્યા હતા. માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં આશ્ચર્યજનક અને જલદ કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે એવા સમયે ભાજપ સરકારને માલધારી સમાજની નારાજગી પોસાય તેમ નથી. એજ કારણ છે કે આજે મળેલાં વિધાનસભાના સત્ર દરમિયાન સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલને પાછું ખેંચવાનો નિર્ણય લેવાય છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક માલધારી સમાજના આગેવાનોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (C R Patil) ને મળીને પણ અગાઉ આ બાબતે રજૂઆત કરી હતી. તે સમયે માલધારી સમાજની માગને વ્યાજબી ગણાવતા પાટીલે કહ્યું હતું કે આના પર યોગ્ય નિર્ણય લેવા સરકારને સુચન કરવામાં આવશે. અને આખરે આજે આ વિધેયકને પરત ખેંચવાનું નક્કી કરાયું છે.

આ પણ વાંચો :-