Mother Dairy Announcement :
- ડેરી પ્રોડક્ટનો બિઝનેસ કરનારી કંપની મદર ડેરી આગામી થોડા મહિનામાં દૂધ-દહીંના ભાવ વધારી શકે છે.
ડેરી પ્રોડક્ટનો (Dairy product) બિઝનેસ કરનારી કંપની મધર ડેરી આગામી થોડા મહિનામાં દૂધ-દહીંના (Milk-Curd) ભાવ વધારી શકે છે. એવા સંકેત કંપનીના અધિકારી તરફથી આપવામાં આવ્યા છે. મધર ડેરીએ હાલમાં જ દૂધ-દહીં, છાશ વગેરેના રેટ વધારી દીધા હતા. તેની પાછળ ખર્ચા વધ્યા (Costs increased) હોવાનો હવાલો આપ્યો હતો.
એવું પણ કહ્યું છે કે ડીઝલના ભાવ વધવા માલની હેરફેરનો ખર્ચ વધ્યો છે. તેથી રેટ વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. કંપનીએ એવું પણ કહ્યું કે દૂધ દહીં જેવી ડેરી પ્રોડક્ટના ભાવમાં વધારાનો ફાયદો ખેડૂતોને પણ થાય છે. જે મધર ડેરીમાં પોતાનો માલ વેચે છે.
માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian
તેની સાથે જ મધર ડેરીએ આશા વ્યક્ત કરી છે કે હાલના નાણાકીય વર્ષમાં તેમના વેચાણમાં 20 ટકા સુધી વધારો થઈ શકે છે. અને ટર્નઓવર 15,000 કરોડ રૂપિયા સુધી જઈ શકશે. મધર ડેરી દૂધ અને ડેરી પ્રોડક્ટ ઉપરાંત ફળો અને શાકભાજીનો બિઝનેસ પણ કરે છે.
વેચાણ વધવાની આશા :
મધર ડેરીના મેનેજમેન્ટ ડિરેક્ટર મનીષ બંડલીશ વેચાણમાં વધારા વિશે કહે છે કે હાલના નાણાકીય વર્ષમાં દૂધ અને ડેરી પ્રોડક્ટની માગમાં 15 ટકાથી વધારે ઉજાળો જોવા મળી રહ્યો છે. જેનો ફાયદો મદર ડેરીને મળશે. મદર ડેરીનો 70 ટકા કારોબાર દૂધ અને ડેરી પ્રોડક્ટનો જ હોય છે.
બંડલીશ કહે છે કે, આ વર્ષે આઈસ્ક્રીમના વેચાણ પણ બંપર રહેવાની આશા છે કારણ કે કોરોનામાં તેનો બિઝનેસ બિલ્કુલ ઠપ હતો. તબિયત બગડવાના ડરથી લોકોએ આઈસ્ક્રીમ ખરીદવાનું બંધ કર્યું હતું. જેથી છેલ્લા બે વર્ષમાં તેનું વેચાણ ઘટી ગયું હતું.
મધર ડેરીના એમડીના જણાવ્યા અનુસાર ફળ, શાકભાજી અને ખાદ્ય તેલના બિઝનેસમાં 30 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેઓ માને છે કે ઈ કોમર્સ કંપનીઓથી મધર ડેરીને મોટી ટક્કર છે અને કેટલાય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધી બાબતો હોવા છતાં ફળ, શાકભાજી અને ખાદ્યતેલનો બિઝનેસ દમદાર રહ્યો છે.
આ પણ વાંચો :-