Tuesday, Apr 29, 2025

ભાજપ માટે નવાજુનીના એંધાણ ! ચૂંટણી પૂર્વે કોળી સમાજનું સંમેલન યોજાયું, કઈ 9 માંગ મુદ્દે થઈ ચર્ચા ?

2 Min Read

New ideas for BJP! A convention of Koli

  • જસદણ વિછિયા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ ઉમટી પડ્યા હતા. આ સંમેલન કોળી સમાજના પ્રમુખ શામજીભાઇ ડાંગરના અધ્યક્ષ સ્થાને યોજ્યું હતું.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચુંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજો (Different societies) પોતાની વિવિધ માંગ લઈને સંમેલનો કરી રહી છે અને પોતાનું વર્ચસ્વ બતાવવા પ્રયાસ કરવા સાથે દરેક પક્ષ તેની નોંધ લે તેવો પ્રયાસ કરી રહી છે. ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણના (Jasdan) બાખલવડ ગામે કોળી સમાજનું (Koli society) મહા સમેલન યોજાયું હતું.

જસદણ વિછિયા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ ઉમટી પડ્યા હતા. આ સંમેલન કોળી સમાજના પ્રમુખ શામજીભાઇ ડાંગરના અધ્યક્ષ સ્થાને યોજ્યું હતું. જેમાં કોળી સમાજ ઉપર હજુ પણ અત્યાચાર અને અન્યાય થઈ રહ્યાના આરોપો કરવામાં આવ્યા હતા.

આ સંમેલનમાં કોળી સમાજને થઈ રહેલ અન્યાય માટે ચિંતન કરવાં આવ્યું હતું. જેમાં કોળી સમાજને તેની વસ્તીને લઈને અનામતની માંગ કરવામાં આવી હતી અને દરેક જિલ્લમાં કોળી સમાજની છાત્રાલય હોય સાથે કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર બજેટ આપે તેવા 9 જેટલા પ્રશ્નોની માંગ સાથે અહી કોળી સમેલન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે કોળી સમાજના આગેવાનો હવે રાજકીય પ્રવેશ કરે તેવી માંગ કોળી સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું. ખાસ કરીને જસદણના કોળી સમાજના પ્રમુખ એવા શામજીભાઇ ડાંગર હવે રાજકીય પ્રવેશ કરે તેવી આ સંમેલનમાં પ્રમુખને આહ્વાન કર્યું હતું સાથે સાથે કોળી સમાજના શિક્ષત યુવકો હવે રાજકારણમાં પ્રવેશે અને કોળી સમાજને થતાં અન્યાય સામે લડે વગેરે મુદ્દે આજે આ ચિંતન શિબિરના મહત્વના મુદ્દા રહ્યા હતા. સાથે સાથે કોળી સમાજ પોતાનું રાજકીય મહત્વ સાબિત કરવા પણ મથામણ થતી હોય તેવું સ્પસ્ટ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article