The tradition still lives on, even in
- નવરાત્રી દરમ્યાન અખંડ દીવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે. કુંભારના ચાકડા પર આકાર પામીને નિભાંડામા પાકેલા માટીના ગરબાની માંગ છે.
નવરાત્રિને (Navratri) આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારની ઉજવણી માટે વિવિધ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યારના સમયમાં અલગ-અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે. આધુનિક સમયમાં હવે માટીના ગરબાની (Garba of clay) જૂની પરંપરા લુપ્ત થઈ રહી છે. પરંતુ બોટાદના ગઢડામાં આજેપણ માટીના ગરબાની પરંપરા જોવા મળે છે.
ગઢડામાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર માટીના ગરબા બનાવવામાં આવે છે. હવેના આધુનિક યુગમાં ચિનાઈ માટીના અલગ-અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે. જેણે પરંપરાગત ગરબીઓના ક્રેઝને ઘટાડી દીધો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકો જૂની પરંપરા પ્રમાણે માટીના ગરબાની ખરીદી કરીને જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી માટીનું કામ કરતા પરિવારને રોજીરોટી મળી રહે. ગઢડામાં લોકો માટીના ગરબા ખરીદવા આવતાં કુંભાર પરિવારમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.
નવરાત્રિને હવે ગણત્રરીના દિવસો બાકી છે ત્યારે આધુનિક યુગમાં હવે અલગ અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે અને માટીના ગરબાની જુની પરંપરા લુપ્ત થઈ રહી છે. ત્યારે નવરાત્રી દરમ્યાન અખંડ દીવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે. કુંભારના ચાકડા પર આકાર પામીને નિભાંડામા પાકેલા માટીના ગરબાની માંગ જોવા મળે છે.
વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રિ. દરેક ગુજરાતી નવરાત્રિની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો હોય છે. તેમાં પણ કોરોના જેવા કપરા કાળ બાદ નવરાત્રિની હવે ઘડીઓ ગણાઇ રહી હોય ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘુમવા થનગની રહ્યો છે. નવરાત્રિ શક્તિની ઉપાસનાનો તહેવાર છે, સાથે ગુજરાતીઓના લોહીમાં નવરાત્રીનો તહેવાર એવો સમાઇ ગયો છે કે જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં નવરાત્રીનો તહેવાર તો ઉજવાય જ. આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભની સાથે જ વાતાવરણમાં દિવ્યતાનો અણસાર પથરાઇ જશે.
ગરબીની પ્રથાને જાળવી રાખતા કુંભાર મેરામભાઈ જણાવે છે કે, આધુનિક યુગમાં હવે ગરબા પણ અલગ અલગ પ્રકારના બજારમાં જોવા મળી રહ્યા છે અને માટીના ગરબાની પરંપરા થોડી લુપ્ત થઈ રહી છે, ત્યારે ગ્રામ વિસ્તારોમાં માટીના ગરબાની પરંપરા જોવા મળે છે.
માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian
ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે. હવેના આધુનિક યુગમાં હવે અલગ અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો જુની પરંપરા મુજબ પ્રાચીન માટીના ગરબાની ખરીદી કરીને જુની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચીન માટીના ગરબાની માંગ થઈ રહી છે.
આધુનિક યુગમાં માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે, ત્યારે ગ્રામ વિસ્તારોમાં લોકો માટીના ગરબાની માંગ કરી રહ્યા છે. જેથી માટીકામ કરતા પરીવારોને રોજીરોટી મળી રહે છે. હાલ માટીના ગરબાની માંગ છે ત્યારે ગઢડામા માટીના ગરબા બનાવતા કુંભાર પરીવારમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો :-
- ઉડતા નહિ, પણ ડ્રગ્સ પકડતા ગુજરાત : હર્ષ સંઘવીએ ગૃહમાં કોંગ્રેસને એવું તતડાવ્યું કે…
- ભાજપ માટે નવાજુનીના એંધાણ ! ચૂંટણી પૂર્વે કોળી સમાજનું સંમેલન યોજાયું, કઈ 9 માંગ મુદ્દે થઈ ચર્ચા ?