WhatsApp Status જોવાની મજા થઈ જશે ડબલ ! નવું ફીચર જાણીને ખુશ થઈ ગયા યુઝર્સ

Share this story

Watching WhatsApp Status will be

  • વોટ્સએપમાં સારું ફીચર આવ્યું છે. નવા ફીચરની મદદથી યુઝર વોઈસ નોટ્સને પણ સ્ટેટસ તરીકે સેટ કરી શકે છે. રિપોર્ટ મુજબ યુઝર 30 સેકન્ડ સુધીના વોઈસ નોટને સ્ટેટસ અપડેટમાં લગાવી શકે છે.

વોટ્સએપ (WhatsApp) તેના કરોડો યુઝર્સના ચેટીંગ અનુભવને વધુ સુરક્ષિત બનાવવા માટે નવા-નવા ફીચર લાવી રહી છે. આ ક્રમમાં હવે વોટ્સએપમાં વધુ એક સારા ફીચરની એન્ટ્રી થવાની છે. આ ફીચર આવ્યાં બાદ તમે વોઈસ નોટ્સને પણ વોટ્સએપ સ્ટેટસ (Whatsapp status) તરીકે લગાવી શકશો. WABetaInfoના રિપોર્ટ મુજબ આ નવા ફીચરને વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા વર્જન 2.22.21.5માં જોવામાં આવ્યું છે. WABetaInfoએ આ નવા ફીચરનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તેના યુઝર ઈન્ટરફેસને જોઇ શકાય છે.

ટેકસ્ટ સ્ટેટસ અપડેટ જેવી છે રીત :

શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટને જોઇને કહી શકાય છે કે વોઈસ નોટને સ્ટેટસ તરીકે લગાવવાની રીત લગભગ ટેક્સ્ટ સ્ટેટસ અપડેટ જેવી છે. સ્ટેટસ અપડેટ માટે વોઈસ નોટને રેકોર્ડ કરવાનુ ઓપ્શન વોટ્સએપના નવા વર્જનમાં સેક્શનની અંદર રહેલુ છે. ખાસ વાત એ છે કે યુઝર વોઈસ નોટ સ્ટેટસ અપડેટ કરતી વખતે તેના બેકગ્રાઉન્ડ કલરને પણ પોતાની પસંદ મુજબ સેટ કરી શકશે.

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હશે વોઈસ સ્ટેટસ :

WABetaInfoએ કહ્યું કે વોઈસ સ્ટેટસ અપડેટને યુઝર જ્યારે પણ ઓપન કરશે તે ઓટોમેટિકલી પ્લે થવા લાગશે. ખાસ વાત એ છે કે વોટ્સએપ વોઈસ નોટ સ્ટેટસ પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હશે. રિપોર્ટ મુજબ, યુઝર 30 સેકન્ડ સુધી વોઈસ નોટને સ્ટેટસ તરીકે પણ સેટ કરી શકશે. કંપની આ ફીચરનુ અત્યારે ટેસ્ટિંગ કરી રહ્યું છે. બીટા ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ આ ફીચરના સ્ટેબલ વર્જનને ગ્લોબલ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવશે.

હાઈડ કરી શકશો ઓનલાઈન સ્ટેટસ :

વોટ્સએપમાં ઓનલાઈન સ્ટેટસ છુપાવનારા ફીચરની એન્ટ્રી થઇ ગઇ છે. આ ફીચરને ઇનેબલ કર્યા બાદ ચેટીંગ કરતી વખતે પણ તમે કોઈને ઑનલાઈન જોઈ શકશો નહીં. આ ફીચર અત્યારે અમુક બીટા ટેસ્ટર્સ માટે આવ્યું છે. રિપોર્ટ મુજબ ઓનલાઈન સ્ટેટસને હાઈડ કરવાનુ ઓપ્શન યુઝર્સને લાસ્ટ સીનવાળા સેક્શનમાં મળશે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

લાસ્ટ સીનમાં યુઝર્સને પોતાનુ લાસ્ટ સીન છુપાવવા માટે ચાર ઓપ્શન Everyone, My Contacts, My Contact Except અને Nobodyનો ઓપ્શન મળે છે. તો ઓનલાઈન સ્ટેટસ માટે કંપની બીટા ટેસ્ટર્સને Everyone અને Same as last seenનો ઓપ્શન આપી રહી છે.

આ પણ વાંચો :-