સગાઈ તોડી નાખતા હત્યા : જમાલપુરમાં મોડી રાત્રે સલીમે છરીના ચાર ઘા મારીને શોએબને પતાવી દીધો

Share this story

Engagement-breaking murder :

  • અમદાવાદના જમાલપુરમાં છરીના ઘા ઝીંકી વધુ એક યુવાનની હત્યા કરવામાં આવતા પોલીસ દોડતી થઇ છે. આ મામલે પોલીસે આરોપીને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના (Ahmedabad) જમાલપુર (Jamalpur) વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં સગાઈ તોડી નાખ્યાની અદાવતનો ખાર રાખી યુવક યુવતીના ઘરે પહોંચ્યો હતો. જ્યાં બોલા ચાલી ઉગ્ર બનતા ઝઘડો થયો હતો આ દરમિયાન યુવતીના પિતાએ છરીના ઘા ઝીંકી (A knife wound) યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો :

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક શોએબની સગાઈ આરોપી સલીમ વોરાની દીકરી સાથે થઈ હતી. જો કે એક વર્ષ અગાઉ કોઈ કારણોસર સગાઈ તોડી નાખવામાં આવી હતી. જેને લઈને શોએબ યુવતીના ઘરે ગયો હતો. જ્યાં બોલાચાલી અને મારામારી થતા સલીમ વોરાએ સોયબને એક પછી એક છરીના ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

સુરતના ડુમસ બીચ પર 10 ફૂટ ઊંચો જિન દેખાયો . કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો વીડિયો. Gujarat Guardian આ વીડિયો ની પુષ્ટિ કરતુ નથી.

જે અંગેની જાણ તેણે તેના માતાને કરતા તેના માતા પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને શોએબને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી અગાળ ધપાવી છે.

આ પણ વાંચો :-