અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રવિવારે અમદાવાદ આવશે, સફાઈકર્મી અને આશાવર્કરો સાથે સંવાદ કરશે

Share this story

Arvind Kejriwal and Bhagwant Mann will

  • રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયા છે. કેન્દ્રીય નેતાઓ દર અઠવાડિયે ગુજરાત આવી રહ્યા છે.

ત્યારે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Maan) પણ ગુજરાત આવશે. 25મી સપ્ટેમ્બરે રવિવારે એક દિવસ બંને મુખ્યમંત્રી અમદાવાદ (Ahmedabad) આવશે. સફાઈકર્મીઓ, આશા વર્કરો અને યુવાઓ સાથે સંવાદ કરશે.

સફાઈકર્મી, આશાવર્કરો અને યુવાઓ સાથે સંવાદ :

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દર અઠવાડિયે ગુજરાતમાં કોઈપણ કાર્યક્રમ કરી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા હાલ ઉત્તર ગુજરાતમાં બસ હવે પરિવર્તન થીમ પર યાત્રા કરી રહ્યા છે. ત્યારે રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવશે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ બંને મુખ્યમંત્રીઓ અમદાવાદમાં સફાઈ કર્મીઓ, આશાવર્કર અને યુવાઓ સાથે સંવાદ કરવાના છે.

બંને નેતાઓ આજે મોડી સાંજે આવે તેવી શક્યતાઓ :

બંને મુખ્યમંત્રીઓ આજે મોડી સાંજે અથવા તો આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ચૂંટણીને લઇ અને લોકો સુધી પહોંચવા માટે ટાઉનહોલ કાર્યક્રમો અને યાત્રાઓ કરવામાં આવી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા બે દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએ યાત્રા શરૂ કરાવવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બેચરાજી સહિતના વિસ્તારોમાં આ યાત્રા અત્યારે ફરી રહી છે. આમ આદમી પાર્ટી હાલમાં ગુજરાતમાં જેટલા પણ આંદોલનો ચાલી રહ્યા છે અને જે પણ સરકારી કર્મચારીઓ કે અર્ધસરકારી કર્મચારીઓ અથવા તો સમાજના લોકો નારાજ છે તેની સાથે વાતચીત કરી આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-