વાસી રોટલી ખાવાની ટેવ હોય તો ચેતી જજો, થઈ શકે છે આ 4 બીમારીઓ

Share this story

If you have a habit of eating stale

  • વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જાણી લો આ નુક્સાનો વિશે.

પહેલાં લોકો વાસી ભોજન (Stale food) ખાવાનું ટાળતા હતા, કારણ કે લોકોનું માનવું હતું કે વાસી ખોરાકથી નુકસાન થાય છે. પરંતુ આજના સમયમાં ફ્રીઝના લીધે લોકો વાસી ખોરાક ખાવા લાગ્યા છે. વાસી ખોરાક ખાવા પાછળનું ચલણ વ્યસ્ત લાઇફસ્ટાઇલ (Busy lifestyle) છે. વાસી ભોજન તમારા હેલ્થ માટે કોઇ પણ પ્રકારે સારું નથી. રાંધેલા ભોજનને ૧૨ કલાક બાદ આરોગવું ન જોઇએ.

વાસી ભોજન ખાવાથી તમને ઘણી સમસ્યાઓ થઇ શકે છે. વાસી ખોરાક પેટમાં જાય તેનાથી ફ્રી રેડિકલ્સ છૂટા પડે છે. ફ્રી રેડિકલ્સ શરીરની અંદર જાય તો સૌથી પહેલું નુકસાન ઢીંચણના સાંધાને કરે છે. આ જ કારણથી ભારતીય સ્ત્રીઓના ઢીંચણ સૌથી વહેલા ખરાબ થાય છે. વાસી ખોરાક ખાવાથી પેટ વધે છે, ‌િલવર નબળું પડે છે, હાડકાં પોલાં થાય છે. ગેસ પણ થાય છે.

વાસી રોટલી ખાવાનાં નુકસાન :

ફૂડ પોઇજનિંગ  :

જો તમે વધુ સમય સુધી રાખેલી રોટલી ખાઓ છો તો તમને ફૂડ પોઇજનિંગની સમસ્યા થઇ શકે છે એટલું જ નહીં, તેનાથી ઝાડા-ઊલટી જેવી સમસ્યા પણ જોવા મળી છે. ઊલટી થઈ શકે છે. વાસી રોટલી ખાવાથી તમને ઊલટીઓ થવાનું શરૂ થઇ શકે છે.

પેટની તકલીફો :

વાસી રોટલીમાં જે બેક્ટેરિયા હોય છે તે તમારા પેટમાં પ્રવેશ કરી જાય છે અને હાનિકારક કેમિકલ બનવા લાગે છે, જેના લીધે તમને ફક્ત ઊલટીઓ જ નહીં, પરંતુ પેટ સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

બેચેની થવી :

વાસી રોટલીમાં ફંગસ અને બેક્ટેરિયાના કારણે આ બેચેની અથવા ઊબકાનું કારણ બની શકે છે, એટલા માટે તમારે વાસી રોટલી ખાવી જોઇએ નહીં.

એલર્જિક રિએક્શન થઈ શકે છે :

વાસી રોટલીમાં બેક્ટેરિયા હોય છે અને તે બેક્ટેરિયાના કારણે તમને એલર્જિક રિએક્શન થઇ જાય. તે તમારા સ્વાસ્થ્યને ગંભીર રીતે બગાડી શકે છે તો બીજી તરફ જે લોકોની ઇમ્યૂન સિસ્ટમ નબળી થઇ જાય છે તેમને આવું બિલકુલ પણ ન થવું જોઇએ.

આ પણ વાંચો :-