Bleeded in ongoing encounter fought
- મેચમાં બજરંગ પુનિયાને માથામાં ઈજા પહોચી હતી આ છતાં પણ હાર ન માની, માથા પર પટ્ટી બાંધીને મેચ રમી અને બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.
ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ (Bajrang Punia) હાલમાં થયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં (World Championship) બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. જો કે એ જીત કોઈ સામાન્ય જીત નહતી, એ સમયે બજરંગ પુનિયાના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું અને એવી હાલતમાં તેને જીત મેળવી હતી. થયું એમ હતું કે ટૂર્નામેન્ટમાં (Tournament) ક્યુબાના એલેજાન્ડ્રો એનરિક વ્લાડેસ (Alejandro Enrique Vlades) સામેની એમની મેચમાં બજરંગ પુનિયાને માથામાં ઈજા પહોચી હતી અને તેને કારણે મેચ દરમિયાન જ ઘણું લોહી વહી રહ્યું હતું.
જો કે ઇજા પછી બજરંગ પુનિયાને હાર ન માની અને તેઓ માથા પર પટ્ટી બાંધીને રમવા માટે બહાર આવ્યા હતા અને અંતે તેને જીત મેળવી હતી. જણાવી દઈએ કે એ પહેલાની મેચમાં બજરંગ પુનિયા અમેરિકાના રેસલર સામે હારી ગયા હતા અને તેને કારણે ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું હતું એ પછી એમને બ્રોન્ઝ મેડલ મેચ જીતીને દેશને ગૌરવ અપાવ્યો હતો.
ન રમવા માટે મન બનાવી લીધું પણ પછી થયું કઇંક આવું :
બજરંગ પુનિયાએ જીત પછી કહ્યું હતું કે, ‘ઇજા પછી એક સમય એવો આવ્યો હતો કે મેં ન રમવાનું મન બનાવી લીધું હતું પણ મારી પત્ની સંગીતા ફોગાટે મને પ્રોત્સાહિત કર્યો હતો. મારી આ જીતમાં મારી પત્નીનું ઘણું યોગદાન છે. એ સમયે સંગીતા એ મને કોઈ પણ ઇજા નથી થઈ, માથામાં પાટો બાંધો અને ફરીથી બ્રોન્ઝ મેડલ માટે રમો.’
માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian
એક મીડિયા રિપોર્ટ અનુસાર બજરંગે આગળ કહ્યું હતું કે ‘સંગીતા મને ખૂબ પ્રેરિત કરે છે. જો કે ટુર્નામેંટને ફાઇટ વચ્ચે પરિવાર સાથે વાત નથી કરી શકતા પણ સંગીતા મારી સાથે રહે છે. આ વખતે ઇજા પંહોચી ત્યારે એક સમયે મને એવો અહેસાસ થયો કે જો વધારે કટ હોય તો મારે ના રમવું જોઈએ, પરંતુ સંગીતાએ મને સપોર્ટ કર્યો. આ મેડલમાં તેનું ઘણું યોગદાન આપ્યું છે.’
તૈયારીમાં પણ પત્ની આ રીતે કરે છે મદદ :
બજરંગે જણાવ્યું હતું કે તેની પત્ની સંગીતા એમની ટુર્નામેંટની તૈયારીમાં પણ ઘણી મદદ કરે છે. સંગીત પોતે પણ એક રેસલર છે. એક એથલીટ છે. એટલા માટે તેઓ એકબીજાની રમતને સમજે છે અને ખુલ્લેઆમ એકબીજાને એકબીજાની ભૂલો વિશે કહે છે. બજરંગે જણાવ્યું હતું કે, ‘જ્યારે હું રમી રહ્યો હોઉં ત્યારે મને નથી ખબર હોતી કે વિરોધી ખેલાડી શું પ્રયાસ કરી રહ્યો છે અને કઈ ભૂલ થઈ રહી છે.
મેચ પછી અમે વિડિયો જોઈએ છીએ, પણ સંગીતા મને મેચ અને મારી ભૂલ વિશે એક એક વાત કહે છે અને આવનરી મેચમાં હું એ ભૂલો સુધારું છું.’ આગળ બજરંગે કહ્યું હતું કે ‘રમતમાં ઈજાઓ થતી રહે છે ટ્રેનિંગમાં પણ ઇજાઓ પથતી રહે છે. આ મેચમાં પણ કટ લાગવાથી ખૂબ લોહી વહી રહ્યું હતું પણ 2 દિવસ પછી કે 10 દિવસ પછી એ ઘા રુઝાઈ જશે. મેડલ પહેલા જરૂરી છે..’
આ પણ વાંચો :-