Tuesday, Apr 22, 2025

સિનેમાઘરોમાં આજે 75 રૂપિયામાં જોઈ શકશો ફિલ્મ; ક્યો શો કેટલા વાગેનો જાણો અહી

3 Min Read

You can watch the movie in theaters

  • ગોધરા શહેરના સિનેમા પ્રેમીઓ નેશનલ સિનેમા ડે ના રોજ  સિનેમાઘરોમાં માત્ર 75 રૂપિયામાં જ પોતાનો મનપસંદ ફિલ્મ જોઈ શકશે

છેલ્લા 3 વર્ષ ભયંકર કોરોના કાળના (Corona period) કારણે લોકોએ જાણે થિએટરમાં (Theater) જવાનું જ બંધ કરી દીધું હોંય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા. કોરોનાના કારણએ દેશભરમાં સિનેમાઘરોમાં (Cinemas) તાળા લાગી ગયા હતા. જેનાં કારણે સિનેમાઘરોના માલિકોને ઘણી મોટી નુકશાની (Loss) સહન કરવાનો વારો પણ આવ્યો હતો. પરંતુ જ્યારે વર્તમાન સમયમાં પરિસ્થિતિ સુધરતી જોવા મળી રહી છે.

ત્યારે જાહેર જનતા ફરીથી સિનેમા તરફ વળે તે હેતુથી તાજેતરમાં મલ્ટિપ્લેકસ એસોસિએશન દ્વારા 23 સપ્ટેમ્બર ને “નેશનલ સિનેમા દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે દિવસએ દેશભરની 4000થી વધુ સિનેમાઘરોમાં જાહેર જનતા માટે ટિકિટના દર માત્ર 75/- રૂપિયા જ વસુલવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

ગોધરા શહેરના સિનેમાપ્રેમી લોકો માટે ઘણા આનંદના સમાચાર છે કે તારીખ 23 સપ્ટેમ્બરના રોજ સિલ્વર સ્ક્રિન મલ્ટીપ્લેક્સ તથા રાજાઈ સ્ક્વેયર મલ્ટિપ્લેકસ દ્વારા એક દિવસ પૂરતી ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે. ગોધરા શહેર માં આવેલ બંને મલ્ટીપ્લેક્સો દ્વારા ગોધરા શહેર ની જનતા માટે 23 તારીખ ના રોજ દરેક શો માટે ફક્ત 75/- રૂપિયા જ ટિકિટ દર વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સિલ્વર સ્ક્રિન મલ્ટીપ્લેક્સ માં લાગેલી 3 માંથી કોઈ પણ મુવી 23 તારીખ ના રોજ માત્ર 75/- ની ટીકીટ ચૂકવી જોઈ શકો છો.જેમાં

(1) બ્રહ્માસ્ત્ર. – રણવીર કપૂર અને આલિંયા ભટ્ટ નું 9 સપ્ટેમ્બર 2022 ના રોજ રિલીઝ થયેલ ખૂબ પ્રચલિત મૂવી. જે 2h 47m નું રહેશે અને તેને IMDB 5.6/10 નું રેટીંગ મળેલ છે.

(2) ચૂપ , રિવેંજે ઓફ થી આર્ટિસ્ટ – દુલકર સલમાન, સનીદેઓલ ની સાથે સાથે ઘણા સારા કલાકારોનું 23 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયું મૂવી. જે 2h 15 m નું રહેશે, તેને IMDB 8.8/10 નું રેટિંગ મળેલ છે.

(3). વીર ઈશા નું સીમંત. – ગુજરાત માં ડંકો વગાડનાર મલ્હાર ઠાકર અને પૂજા જોશી નું 9 સપ્ટેમ્બર ના રોજ રિલીઝ થયેલ ગુજરાતી મૂવી. જે 2h 5m નું રહેશે. તેને IMDB 8.1/10 નું રેટિંગ મળેલ છે.

સિલ્વર સ્ક્રીન મલ્ટિપ્લેકસ ના શો ટાઈમ  :

(1). બ્રહ્માસ્ત્ર – 12.30, 3.30, 6.30, 9.45
(2). ચૂપ – 12.15, 2.45, 7.30
(3). વીર ઈશા નું સીમંત. – 5.15

રાજાઈ સ્ક્વેયર મલ્ટીપ્લેક્સ માં લાગેલ મૂવી બ્રહ્માસ્ત્ર ના શો ટાઈમ – 12.00 , 3.15 , 6.30, 9.45.

રાજાઈ સ્ક્વેયર મલ્ટીપ્લેક્સ, લુણાવાડા રોડ, ગોધરા

આ પણ વાંચો :-

 

 

 

Share This Article