જો તમારી પાસે નાનકડી જમીન હોય તો તમે પણ કમાઈ શકો છો લાખો રૂપિયા , જાણો કઈ રીતે કમાઈ શકો છો લાખો રૂપિયા

Share this story

If you have a small piece of land you

  • જો તમારી પાસે નાનકડી જમીન હોય તો પણ તમે લાખો રુપિયા કમાઈ શકો છો. નાના ખેડૂતોની એક સમસ્યા એ હોય છે કે એવું તો શું કરવું જેથી કરીને નાનકડા ખેતરથી પણ મોટી કમાણી કરી શકાય.

જો તમે ઓછા પૈસાનું રોકાણ કરીને બિઝનેસ (Business) શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને એક બિઝનેસ આઈડિયા જણાવી રહ્યા છીએ. તમે ખૂબ જ ઓછું રોકાણ કરીને દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. રજનીગંધાના ફૂલોની ખેતી (Turberose Flower Farming) કરીને તમે બિઝનેસ શરૂ કરી શકો છો. સુગંધિત ફૂલોમાં રજનીગંધાના ફૂલોનું એક અલગ અને મહત્વપૂર્ણ સ્થાન રહેલું છે. રજનીગંધાના ફૂલ લાંબા સમય સુધી સુગંધિત અને તાજા રહે છે. આ કારણોસર બજારમાં રજનીગંધાના (Rajnigandha) ફૂલોની માંગ પણ વધુ રહે છે.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

મેક્સિકો દેશમાં રજનીગંધા (પોલોએંથસ ટ્યૂબરોજ લિન) ની ઉત્પત્તિ થઈ છે. આ ફૂલ એમરિલિડિએલી ફૂલનો છોડ છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે.

ખેતી કેવી રીતે કરવી :

રજનીગંધાના ફૂલોની ખેતી કરતા પહેલા પ્રતિ એકર જમીનમાં 6થી 8 ટ્રોલી છાણનું ખાતર નાખો. તેની સાથે NPK અથવા DAP જેવા ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફૂલોની ખેતી બટાકાની જેમ કંદથી થાય છે. એક એકર જમીનમાં 20 હજાર કંદ લાગે છે. હંમેશા તાજા, યોગ્ય અને મોટા કંદ લગાવવા જોઈએ, જેથી રજનીગંધાના ફૂલોની ખેતીમાં સારું ઉત્પાદન થાય છે. ભારતમાં રજનીગંધાના ફૂલોની ખેતી 20 હજાર હેક્ટર ક્ષેત્રમાં કરવામાં આવે છે. ફ્રાંસ, ઈટાલી, દક્ષિણ આફ્રિકા, અમેરિકા તથા અન્ય દેશોમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે.

કેટલી કમાણી થઈ શકે છે :

જો એક એકર જમીનમાં રજનીગંધાના ફૂલોની ખેતી કરવામાં આવે તો રજનીગંધાના ફૂલની અંદાજે 1 લાખ સ્ટિક (ફૂલ) મળે છે. તમે આસપાસમાં ફૂલ બજારમાં આ ફૂલ વેચી શકો છો. જો આસપાસમાં કોઈ મોટું મંદિર, ફૂલની દુકાન, લગ્ન પ્રસંગવાળું ઘર હોય તો ત્યાં તમને ફૂલના સારા ભાવ મળી શકે છે. રજનીગંધાનું એક ફૂલ રૂ. 1.5થી રૂ.8માં વેચવામાં આવે છે. આ ફૂલની માંગ કેટલી અને તેનો કેટલો સપ્લાય થાય છે, તેના પર આ બિઝનેસ નિર્ભર કરે છે. તમે માત્ર એક એકર જમીનમાં રજનીગંધાના ફૂલની ખેતી કરીને રૂ. 1.5 લાખથી રૂ. 6 લાખ સુધીની કમાણી કરી શકો છો.

આ પણ વાંચો :-