RBI એ બેન્ક લોકરના નિયમમાં કર્યો ફેરફાર, કિંમતી સામાન રાખતા પહેલા જાણી લો વિગત

Share this story

RBI changes bank locker rules

  • રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી જારી નોટિફિકેશન અનુસાર બેન્કમાં લોકર લેનારા ગ્રાહકોની ફરિયાદ પર રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યો છે.

ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India) તરફથી ગ્રાહકોની સુરક્ષા અને સાવચેતીને ધ્યાનમાં રાખતા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. હવે રિઝર્વ બેન્કે લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમે પણ કોઈ બેન્કમાં લોકર લીધેલું છે અને તેમાં તમે સોના-ચાંદી (Gold and silver) કે કિંમતી સામાન રાખ્યો છે તો આ સમાચાર જરૂર વાંચો.

ગ્રાહકો વળતર મેળવવાના હકદાર :

રિઝર્વ બેન્ક તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર બેન્કમાં લોકર લેનાર ગ્રાહકોની ફરિયાદ પર રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યો છે. હંમેશા ગ્રાહકો તરફથી બેન્ક લોકર્સમાં ચોરીની ફરિયાદો આવતી હતી. પરંતુ હવે લોકરમાંથી કોઈ સામાન ચોરાયો તો સંબંધિત બેન્ક તરફથી ગ્રાહકને લોકર ભાડાના 100 ગણા સુધીનું વળતર આપવામાં આવશે.

વેઇટિંગ લિસ્ટ નંબર ડિસ્પ્લે પર લગાવવો પડશે :

હકીકતમાં ઘણીવાર જોવામાં આવ્યું કે બેન્ક ચોરીની ફરિયાદથી છુટકારો મેળવી લે છે. ગ્રાહકને કહી દેવામાં આવે છે કે તેની કોઈ પ્રકારની જવાબદારી નથી. આરબીઆઈ તરફથી આદેશમાં કહેવામાં આવ્યું છે કે બેન્કોએ ખાલી લોકરનું લિસ્ટ, લોકર માટે વેઇટિંગ લિસ્ટ નંબર ડિસ્પ્લે પર લગાવવું પડશે. તેનાથી લોકર સિસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે. આરબીઆઈનું કહેવું છે કે બેન્ક તરફથી ગ્રાહકોને અંધારામાં રાખી શકાય નહીં.

માલધારી સમાજમાં ભારે રોષ…રોડ ઉપર દૂધના ખાબોચિયા ભર્યા | Gujarat Guardian

એક સાથે લઈ શકાશે ત્રણ વર્ષનું ભાડુ :

તમે જ્યારે પણ લોકર એક્સેસ કરશો તો તેનું એલર્ટ બેન્ક દ્વારા તમને ઈ-મેલ અને એસએમએસ પર આપવામાં આવશે. આરબીઆઈએ આ નિયમ કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે બનાવ્યો છે. બેન્કોને લોકરનું એક સાથે વધુમાં વધુ ત્રણ વર્ષનું ભાડુ લેવાનો હક છે.

લોકર રૂમમાં આવતા-જતા લોકો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવી જરૂરી છે. આ સિવાય સીસીટીવીનું 180 દિવસનું ફુટેજ સુરક્ષિત રાખવું પડશે. ચોરી કે અન્ય કોઈ પ્રકારની દુર્ઘટના થવા પર પોલીસ સીસીટીવી ફુટેજથી તપાસ કરશે.

આ પણ વાંચો :-