પુત્ર પ્રાપ્તિના બહાને મહિલાને કેદ કરી સતત ૧૦ દિવસ પીંખતો રહ્યો તાંત્રિક

Share this story

On the pretext of getting a son,

  • નિવારી વિસ્તારમાં એક મહિલાએ તાંત્રિક સામે દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. જેની પોલીસે ધરપકડ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેની બિમારીના ઈલાજના બહાને તાંત્રિકે તેને બંધક બનાવી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

પોલીસે એવા એક તાંત્રિકની (Tantric) ધરપકડ કરી છે. જે પુત્ર પેદા કરવાના ખોટા વાયદાઓ આપી મહિલાઓ પર દુષ્કર્મ (Misdemeanor) આચરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી તાંત્રિક પોતે પાંચ દીકરીઓનો પિતા છે. નિવારી વિસ્તારમાં એક મહિલાએ તાંત્રિક સામે દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. જેની પોલીસે ધરપકડ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેની બિમારીના ઈલાજના (Cure of disease) બહાને તાંત્રિકે તેને બંધક બનાવી અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

આટલું જ નહીં જ્યારે તેણીએ વિરોધ કર્યો ત્યારે તેને વિવિધ પ્રકારે ટોર્ચર પણ કરવામાં આવી. પીડિતા કોઈક રીતે તાંત્રિકના જાળમાંથી બહાર નીકળી અને સીધી પોલીસ સ્ટેશન ગઈ અને કેસ દાખલ કર્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે ઘણા સમયથી બીમાર હતી. ઘણી જગ્યાએ સારવાર કરાવ્યા બાદ પણ તેને રાહત ન મળી. પછી ગામમાં કોઈએ પ્રખ્યાત તાંત્રિક વિશે કહ્યું અને તે તેના પતિ સાથે તેની પાસે સારવાર માટે ગઈ.

તાંત્રિકે કહ્યું કે તેના પર ભૂતનો પડછાયો છે. જેની સારવાર ઘણા દિવસો સુધી કરવી પડશે. ત્યારબાદ મહિલાએ તાંત્રિકની મુલાકાત લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન તાંત્રિકે મહિલાને કહ્યું કે ભૂત તેને ગમે ત્યારે ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ માટે અનેક તંત્ર મંત્ર કરવા પડશે અને તેણીને અહીં જ રહેવું પડશે. ત્યારબાદ પીડિતા 9 સપ્ટેમ્બરે તાંત્રિક પાસે આવી જ્યાં તેણે મંત્ર જાપના બહાને મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો.

તાંત્રિકે મહિલાને 10 દિવસ સુધી બંધક બનાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો તો તાંત્રિક ગફાર તેને માર મારતો હતો. પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યું અને આરોપી તાંત્રિકની ધરપકડ કરી. આ ઘટના બાદ પીડિતા અને તેનો પરિવાર આઘાતમાં છે. પોલીસ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-