Near Ahmedabad is Baba Barfani’s
- દરેક લોકોને એક વખત અમરનાથ (Amarnath) જઈને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથનાં દર્શન કરવા ગુજરાતીઓએ છેક અમરનાથ જવાની જરૂર નથી. ગુજરાતમાં જ આવેલ છે મીની અમરનાથ (Mini Amarnath)
મહાદેવનાં (Mahadev) દર્શનની વાત આવે ત્યારે શિવભક્તોના મનમાં સૌથી પહેલા અમરનાથ યાદ આવે. દરેક લોકોને એક વખત અમરનાથ જઈને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથનાં (Bholenath) દર્શન કરવા ગુજરાતીઓએ છેક અમરનાથ (Amarnath) જવાની જરૂર નથી.
મીની અમરનાથ (Mini Amarnath Dham)
હા, શ્રાવણ મહિનામાં જો ભોલેનાથનાં દર્શન કરવાની ઈચ્છા હોય અને અમરનાથ જવાનું મન હોય તો તમને જણાવી દઈએ કે અમદાવાદ નજીક પણ એક અમરનાથ ધામ આવેલું છે. અમદવાદની આગળ ગાંધીનગર નજીકના અમરનાથ ધામ આવેલ છે જ્યાં બાબા અમરનાથની સાથે સાથે બીજા 12 દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન પણ થાય છે.
આ ગુજરાતનું અમરનાથ ધામ ગાંધીનગરની પાસે મહુડી રોડ પર અમરાપુર ગામમાં આવેલ છે અને ગુજરાતના આ અમરનાથ ધામને મીની અમરનાથ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનું મીની અમરનાથ ધામ એ જમ્મુ-કાશ્મીરમાં આવેલ અમરનાથ મંદિરની યાદ અપાવે છે. અમરનાથની યાત્રા ઘણી અઘરી છે અને ઘણાં લોકો એવા પણ છે જે આટલે દુર કાશ્મીરમાં અમરનાથ જઇ શકતા નથી અને એવા લોકો માટે ગુજરાતમાં આ મીની અમરનાથ ધામ બનાવવામાં આવ્યું છે.
બાબા બર્ફાની :
અમરનાથની જેમ ગુજરાતમાં આવેલ મીની અમરનાથમાં પણ બરફની શિવલિંગ જોવા મળે છે અને લોકો શિવલિંગને સ્પર્શ કરીને મહાદેવનો આશીર્વાદ પણ લઇ શકે છે. અમરનાથમાં કુદરતી રીતે ઠંડીમાં શિવલિંગની રચના થાય છે પણ ગુજરાતમાં ઠંડુ વાતાવરણ ન હોવાને કારણે ટેકનોલોજીનો ઉપયોગ કરી ને શિવલિંગને -13 ડીગ્રીનાં તાપમાને રાખવામાં આવે છે. મીની અમરનાથ ધામમાં આવેલ શિવલિંગ પંચધાતુનું શિવલિંગ છે અને 365 દિવસ સુધી બાબા બર્ફાનીનાં દર્શન ત્યાં થઇ શકે છે.
ક્યારે થઇ હતી સ્થાપના :
અમદાવાદની નજીક આવેલ મીની અમરનાથ ધામની સ્થાપના વર્ષ 2003 માં કરવામાં આવી હતી. મીની અમરનાથ ધામનું ઉદ્ઘાટન હાલના પીએમ અને પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મીની અમરનાથમાં બાબા બર્ફાનીનાં દર્શન સુધી પહોચવા માટે 100 સીડીઓ બનાવવામાં આવી છે. સાથે જ ત્યાં એક પથ્થરની ગુફાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ગુફાની અંદર રાખવામાં આવેલા બરફના બનેલા શિવલિંગ એ જમ્મુ અને કાશ્મીરના અમરનાથની પ્રતિકૃતિ છે.
અમરનાથ અને ગુજરાતના મીની અમરનાથ ધામ વચ્ચે શું સંબંધ :
જમ્મુ-કાશ્મીરમાં આવેલ અમરનાથ અને ગુજરાતમાં આવેલ અમરનાથ કોઈ વધુ ફરક નથી. કાશ્મીરમાં આવેલ અમરનાથનાં શિવલિંગમાંથી જે શ્વેત ભસ્મ નીકળે છે તેને ગુજરાતમાં લાવી અને મીની અમરનાથમાં લાવીને તેનું પૂજન કરીને શિવલિંગ નીચે સ્થાપના કરવામાં આવી છે.
આ પણ વાંચો :-