Who says there is liquor ban in Gujarat
- છોટાઉદેપુરના બોડેલી રાજ્યના છેવાડાનો જિલ્લો છે. જ્યાં અવાર નવાર દારૂ ઝડપાય છે. પરંતુ નહીં ઝડપાયેલો દારૂ અહીંના લોકો બિદાસ્ત થઈને પી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
સોશિયલ મીડિયામાં (Social media) આજકાલ અનેક વીડિયો વાયરલ થાય છે. જેના કારણે અનેક લોકોની પોલ ખૂલી જતી હોય છે. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના (Prohibition of alcohol) ધજાગરા ઉડતો વીડિયો વાયરલ થયો છે. હાલ છોટા ઉદેપુરના (Chota Udaipur) બોડેલીમાં એસટી કચેરીમાં કર્મચારીઓનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે. સિક્યોરિટી ઓફિસમાં (Security Office) 3 શખ્સો દારૂ પીતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
છોટાઉદેપુરના બોડેલી રાજ્યના છેવાડાનો જિલ્લો છે. જ્યાં અવાર નવાર દારૂ ઝડપાય છે. પરંતુ નહીં ઝડપાયેલો દારૂ અહીંના લોકો બિદાસ્ત થઈને પી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બોડેલી એસ.ટી. ડેપોમાં લોકો પી રહ્યા હોવાનો બોલતો પુરાવો સામે આવ્યો છે. જેના કારણે ખળભળાટ મચ્યો છે. ડેપોમાં કામ કરતા કર્મચારીઓ મોડી રાત્રે વિદેશી દારૂની ઓફિસમાં જ બેસીને મહેફિલ માણી રહ્યાં હોવાના વીડિયો વાઇરલ થયા છે.
દારૂની મહેફિલ માણતા વીડિયોમાં શું છે ?
એસટી કચેરીના વાયરલ વીડિયોમાં એક ખુરશીમાં એક વ્યક્તિ સફેદ કલરની બંડી અને ખાખી પેન્ટ પહેરીને ટેબલ પર દારૂનો ગ્લાસ ભરીને ચૂસકી લેતો દેખાઈ રહ્યો છે. તેનો સાથ આપવા અન્ય એક વ્યક્તિ બાજુમાં દેખાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીની વાતો થઈ રહી છે. પરંતુ અહીં તો સરેઆમ ધજાગરા થતા દેખાઈ રહ્યા છે. અહીં સરકારી કર્મચારીઓ કચેરીમાં બેસીને ખુલ્લેઆમ કોઈપણ જાતના ડર રાખ્યા વિના દારૂની મહેફિલ માણી રહ્યા છે.
આ પણ વાંચો :-