Stay in measure! City police gear up for
- અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવરાત્રીના (Navratri 2022) પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તેવામાં કોરોના કાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દ્વારા નવરાત્રીમાં પાર્ટી પ્લોટ (Party Plot) અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રોડ પર વાહનો પાર્ક કરાશે તો તેના માટે ટોઈંગ વાન અલગ-અલગ વિસ્તારમાં ફરતી રાખવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શી ટીમ અલગ-અલગ જગ્યાઓ પર સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડામાં સજ્જ થઈને રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ ભણાવશે.
રાત્રિના 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે પાર્ટી પ્લોટમાં આવનારા તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે શહેરના મહત્ત્વના ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય
મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ આ વખતે નવરાત્રિમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરશે. જેમાં ખાસ કરીને બોડીવોન કેમેરા તેમજ ઇન્ટરસેપટર અને સ્પીડ ગનની સાથોસાથ બ્રેધ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરશે.
આ પણ વાંચો :-