Sunday, Jul 20, 2025

સુરતના પુણામાં ઈ-બાઈકના શો-રૂમમાં આગ, 10 જેટલા વાહન બળીને ખાખ

2 Min Read

Fire breaks out in E-bike

  • સુરતમાં આવેલા પુણા વિસ્તારમાં એક ઈ બાઇકના શો-રૂમમાં આગ લાગી હતી. જેમાં 10થી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર બળીના ખાખ થઇ ગયા હતા.

સુરતમાં (Surat) આવેલા પુણા વિસ્તારમાં એક ઇ બાઇકના (E bike) શો-રૂમમાં આગ લાગી હતી. જેમાં 10થી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric scooter) બળીના ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 5 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પુણા વિસ્તારમાં જે.કે. નગર પાસે આવેલા એક ઇ-બાઈકના શો-રૂમમાં સવારે આગ લાગ્યાની ઘટના બની હતી. શો-રૂમ બંધ હતો એ સમયે અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરા-તફરી મચી હતી. બનાવ અંગે તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગડની 5 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

ફાયર વિભાગની ટીમે પાણી અને ફોમનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે ત્યાં સુધીમાં 10 જેટલા સ્કૂટર આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

જોકે બાઈકના શો-રૂમમાં ચાર્જિંગ પોઇન્ટ હોવાના કારણે બની શકે કે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હઇ શકે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article