wife power! In Rajkot, the husband of a female PI
- શખ્સે ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર કાઢી સ્થળ પર હાજર રહેલા શખ્સોમાં રૌફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક આગેવાનોએ રૌફ જમાવી રહેલા વ્યક્તિને પકડી પોલીસને સોંપ્યો હતો.
કાયદાનું રક્ષણ (Protection of the law) કરવા માટે પોલીસ અધિકારીઓને સર્વિસ રિવોલ્વર આપવામાં આવે છે. પરંતુ અનેક વખત એવા બનાવો પણ સામે આવે છે કે જ્યારે સર્વિસ રિવોલ્વરનો (Service Revolver) ઉપયોગ જે તે અધિકારી નહીં પરંતુ તેના કોઈ પરિજન કરતા હોય છે. કેટલાક કિસ્સાઓ બહાર આવે છે જ્યારે કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં નથી આવતા. રાજકોટમાં (Rajkot) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાએ ખૂબ જ ચર્ચા જગાવી છે.
રાજકોટ શહેરમાં સીઆઈડી ક્રાઇમ તરીકે ફરજ બજાવનારા પીઆઈના પતિ તેમની પત્નીની સર્વિસ રિવોલ્વરથી રૌફ જમાવતા ઝડપાયા છે. સાથે જ એક સ્ટાર્ટર પણ તેમની પાસેથી મળી આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગરુડ ગરબીચોકમાં ટુવ્હીલર સાથે નીકળેલા એક શખ્સે ગરબી માટે મંડપનું કામ કરી રહેલા શ્રમિક સાથે ઝઘડો કર્યો હતો. તેમજ રસ્તા પરથી મંડપના લાકડા સામાન દૂર હટાવી લેવા બાબતે ગાળાગાળી પણ કરી હતી.
બાદમાં ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર કાઢી સ્થળ પર હાજર રહેલા શખ્સોમાં રૌફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક આગેવાનોએ રૌફ જમાવી રહેલા વ્યક્તિને પકડી પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં રૌફ જમાવનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ CID Crime માં ફરજ બજાવનારા મહિલા પીઆઈ મનિન્દર શેરગીલના પતિ હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર અન્ય કોઈની નહીં પરંતુ પોતાની જ પત્નીની હોવાનું સામે આવ્યું હતું.
સાથે જ તે શખ્સ પાસેથી એક સ્ટાર્ટર પણ મળી આવ્યું હતું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા વ્યક્તિને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા વ્યક્તિ વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. તેમજ ઝડપાયેલ પીઆઇના પતિ શા માટે પોતાના પાસે પોતાની પત્નીની સર્વિસ રિવોલ્વર રાખતા હતા તે પણ એક મોટો સવાલ છે.
આ પણ વાંચો :-