WhatsApp calls also have to pay rupees
- ટેલિકોમ કંપનીઓ એ ફરિયાદ કરી છે કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ ગ્રાહકોને ફ્રી મેસેજ અને કોલ કરવાની સર્વિસ આપે છે અને તેના કારણે તેમને ઘણું નુકશાન થાય છે.
આજકાલ મોટાભાગના લોકો WhatsApp કોલિંગ કોલ્સ કરતાં હોય છે અને જો તમે પણ તેમાંના એક છો તો આ સમાચાર ધ્યાનથી વાંચજો. જણાવી દઈએ કે દેશમાં ટૂંક સમયમાં એક નવી સિસ્ટમ (New system) લાગુ થવા જઈ રહી છે જેમાં તમારે WhatsApp કોલ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે.
જો કે આ વિશે હજુ વિચારણા ચાલી રહી છે અને મોદી સરકારે લોકોનો અભિપ્રાય મેળવવા માટે ટેલિકોમ બિલનો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો છે. આ બહાર પાડેલ બિલમાં એવી જોગવાઈ છે કે વોટ્સએપ, ફેસબુક દ્વારા કોલ અથવા મેસેજ મોકલવાની સુવિધાને પણ ટેલિકોમ સેવા ગણવામાં આવે અને આ માટે એ કંપનીઓએ લાઇસન્સ લેવાનું રહેશે.
કેમ પડી આ કરવાની જરૂર ?
જણાવી દઈએ કે દેશની ટેલિકોમ કંપનીઓ એ આ વાતને લઈને ફરિયાદ કરતી રહે છે કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ ગ્રાહકોને ફ્રી મેસેજ અને કોલ કરવાની સર્વિસ આપે છે અને તેના કારણે તેમને ઘણું નુકસાન થાય છે. આટલું જ નહીં પણ આ ટેલિકોમ કંપનીઓ એ એમ પણ કહ્યું હતું કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મની મેસેજ અને કોલની સેવાઓ ટેલિકોમ સર્વિસ હેઠળ આવી જોઈએ.
ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian
એટલા માટે જ આ મુદ્દે લોકોના અભિપ્રાય લેવા માટે મોદી સરકારે લોકોનો અભિપ્રાય મેળવવા માટે ટેલિકોમ બિલનો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો છે. જણાવી દઈએ કે 20 ઓક્ટોબર સુધી લોકો આ બિલના ડ્રાફ્ટ અંગે પોતાનો અભિપ્રાય આપી શકશે અને એ પછી લોકોનો અભિપ્રાય મેળવીને બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ સાથે જ બિલના ડ્રાફ્ટમાં સાયબર ફ્રોડને રોકવા માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે.
સાયબર ફ્રોડને રોકવા માટે પણ બિલનો ડ્રાફ્ટ :
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સાયબર ફ્રોડને રોકવા માટેના પ્રસ્તાવિત બિલમાં આવા ગુનાઓ માટે સજા વધારવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. જો કે પ્રસ્તાવિત બિલમાં બીજી જોગવાઈ કરવામાં આવી છે કે કોલ કરનાર કોઈ પણ વ્યક્તિની ઓળખાણ કોલ રિસીવ કરનાર વ્યક્તિ કરી શકશે અને એ માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. દેશમાં ડિજિટલ સિસ્ટમને સુવ્યવસ્થિત બનાવવા માટે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર ટેલિકોમ બિલ સહિત પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ અને ડિજિટલ ઈન્ડિયા બિલના ડ્રાફ્ટ પર હાલ કામ કરી રહી છે.
આ પણ વાંચો :-