Adopt this Ayurvedic remedy for low
- લો બ્લડ પ્રેશરને ક્યારેય હળવાશથી ન લેવું જોઈએ. જો બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય છે, તો આપણે કેટલાક ઘરેલું ઉપચારની મદદથી તેને ઠીક કરી શકીએ છીએ.
હાઈ બ્લડ પ્રેશર (High blood pressure) હોવાનો ડર દરેકને લાગે છે. બ્લડપ્રેશર વધતાં જ લોકો સતર્ક થઈ જાય છે. હાઈ બ્લડ પ્રેશર હોવું જેટલું ખતરનાક છે લો બ્લડ પ્રેશર (Low blood pressure) હોવું પણ એટલું જ ખતરનાક છે. 120/80 mm Hg સુધીનું બ્લડ પ્રેશર સામાન્ય માનવામાં આવે છે. જો બ્લડ પ્રેશરનું સ્તર 90/60mm Hg સુધી જાય તો તેને લો બ્લડ પ્રેશર ગણવામાં આવે છે. આને હાયપોટેન્શન (Hypotension) કહેવામાં આવે છે. લો બ્લડ પ્રેશરના કારણે વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાય છે તેથી તેને હળવાશથી લેવું યોગ્ય નથી.
બ્લેક સોલ્ટ :
લો બીપીની સમસ્યાને દૂર કરવા માટે બ્લેક સોલ્ટનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે બ્લેક સોલ્ટ તરત રાહત આપે છે. બ્લેક સોલ્ટને રોક સોલ્ટ અને હિમાલયન મીઠાના નામે પણ ઓળખાય છે. તેમાં લિથિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મિનરલ્સ મળી આવે છે. બ્લેક સોલ્ટની તાસીર ઠંડી હોવાના કારણે તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે.
કઈ રીતે નોર્મલ થશે બીપી ?
બ્લેક સોલ્ટમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે. રોક સોલ્ટમાં પોટેશિયમ વધુ માત્રામાં જોવા મળે છે જે બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. બ્લેક સોલ્ટ પાણીમાં ભેળવીને પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને તરત જ આરામ મળે છે. એક ગ્લાસ પાણીમાં 2.5 ગ્રામ મીઠું નાખીને પીવાથી લો બ્લડ પ્રેશર તરત જ સામાન્ય થઈ જાય છે.
લો બ્લડ પ્રેશરના લક્ષણો :
- જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે ચક્કર અને કમજોરી જેવા શરૂઆતી લક્ષણો દેખાય છે.
- ઝાંખુ દેખાય છે
- ઉપકા આવે છે
- થાક અને બેચેની લાગે છે
લો બ્લડ પ્રેશરના કારણો :
- લોહીના પ્રવાહમાં ઘટાડો અથવા ચેપને કારણે
- ડિહાઈડ્રેશન અને કમજોરીના કારણે.
- ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવા રોગોના કારણે.
- હૃદયરોગ સાથે જોડાયેલી બીમારીઓની દવાઓના કારણે
લો બ્લડ પ્રેશરથી કઈ રીતે બચવું ?
લો બ્લડ પ્રેશરનું એક મુખ્ય કારણ ડિહાઇડ્રેશન છે. ડિહાઇડ્રેશન દૂર કરવા માટે સારી માત્રામાં પાણી પીવો. આ સિવાય એવી દવાઓ બિલકુલ ન લેવી જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય. બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે ઓછા કાર્બોહાઇડ્રેટવાળા ખોરાકને આહારમાં સામેલ કરવો જોઈએ. રોટલી, પાસ્તા, બટાકા અને ભાત જેવી ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ વસ્તુઓ ટાળવી જોઈએ.
આ પણ વાંચો :-