સફળતાની કહાની ! ફક્ત 19 વર્ષમાં અરબપતિ બન્યો આ વ્યક્તિ, તમે પણ વિદ્યાર્થી છો તો જાણો કેવી કમાયા રૂપિયા ?

Share this story

Success story! This person became a

  • અમે વાત કરી રહ્યા છીએ Zepto ના કો-ફાઉન્ડર્સ કૈવલ્ય વોહરા અને આદિત પાલિચાની. બંને યુવા આંત્રેપેન્યોર હુરૂન ઇન્ડીયા ફ્યૂચર યૂનિકોર્ન ઇંડેક્સ 2022 માં સૌથી નાની ઉંમરના સ્ટાર્ટ અપ ફાઉન્ડર પણ છે.

સફળ થવા માટે મહેનત સાથે સાથે એક્સપરીમેન્ટ (Experiment) પણ કરવા પડે છે અને એવું નથી કે જો કંઇ કર્યું અને તેમાં ફેલ થઇ ગયા તો પછી બધુ છોડી દો. આપણે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેવું જોઇએ જ્યાં સુધી સફળતા ન મળે. કારણ કે દરેક અસફળતાથી કંઇક ને કંઇક સીખવા મળે છે. આજે અમે એવા જ એક સ્ટાર્ટ અપ ફાઉન્ડરની વાત કરી રહ્યા છીએ જેમણે ગ્રેજ્યુએશનનો (Graduation) અભ્યાસ કરવાની ઉંમરમાં 7300 કરોડ રૂપિયાની કંપની ઉભી કરી દીધી.

અમે વાત કરી રહ્યા છીએ Zepto ના કો-ફાઉન્ડર્સ કૈવલ્ય વોહરા અને આદિત પાલિચાની. બંને યુવા આંત્રેપેન્યોર હુરૂન ઇન્ડીયા ફ્યૂચર યૂનિકોર્ન ઇંડેક્સ 2022 માં સૌથી નાની ઉંમરના સ્ટાર્ટ અપ ફાઉન્ડર પણ છે. કૈવલ્ય અને આદિતને ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ કરવા દેશના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનું દર્શાવે છે.

વર્ષ 2021 માં કૈવલ્ય અને આદિતે Zepto ની શરૂઆત કરી. આ કરિયાણાની ડિલીવરીની એપ છે. તેનો કોન્સેપ્ટ છે. ‘જેપ્ટોસેકેંડ’ એટલે એકદમ ઝડપી કરિયાણાનો સામાન ડિલીવર કરવો. 10 મિનિટમાં ગ્રોસરી ડિલીવરી પુરો ખેલ બદલી દીધો. Zepto એ નવેમ્બર 201 માં ફંડિંગ દ્રારા 486 કરોડ એકઠા કર્યા.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

તો બીજી તરફ ડિસેમ્બરમાં વધુ એક ફંડિંગ રાઉન્ડમાં 810 કરોડ રૂપિયા એકઠા કર્યા. આ વર્ષે મે સુધી કંપનીનું ઇવેલ્યૂએશન 7300 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. હવે Zepto 10 મોટા શહેરોમાં 3000 થી વધુ પ્રોડક્ટ ડિલીવર કરી રહી છે.

કૈવલ્ય વોહરા અને આદિત પાલિચા IIFL Wealth Hurun India Rich List 2022 માં સામેલ થનાર સૌથી નાની ઉંમરના આંત્રેપેન્યોર્સ બની ગયા. 19 વર્ષની ઉંમરમાં, કૈવલ્યા સૌથી અમીર ભારતીયોની યાદીમાં સામેલ થનાર સૌથી નાની ઉંમરના યુવા બની ગયા છે. હુરૂન લિસ્ટમાં કૈવલ્ય 1,000 કરોડની સંપત્તિ સાથે 1036 મા સ્થાન પર છે તો બીજી તરફ 1,200 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આદિત પાલિચા આ લિસ્ટમાં 950 મા નંબર પર છે.

કૈવલ્ય બેંગલોરમાં જન્યા ને પોતાની સ્કૂલનો અભ્યાસ દુબઇથી પુરો કર્યો. ત્યારબાદ તેમણે સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું પરંતુ 2022 માં પોતાના મિત્ર આદિત સાથે સ્ટાર્ટઅપ કરવા માટે કોલેજ છોડી દીધી.

આ પણ વાંચો :-