એક પણ પૈસાના રોકાણ કર્યા વગર તગડી કમાણી કરાવી આપે છે આ બિઝનેસ, જાણો વિગતો

Share this story

This business makes you earn hard

  • બદલાતા સમયમાં હવે નોકરી કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદતો કામકાજની રીતમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ હોય તો કામની તો કોઈ કમી જ નથી. પ્રતિભાશાળી લોકો સામે કામ કરવા માટે નવી નવી બારીઓ ખુલતી રહે છે.

બદલાતા સમયમાં હવે નોકરી કરવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ બાદતો કામકાજની રીતમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ જો તમારામાં ટેલેન્ટ (Talent) હોય તો કામની તો કોઈ કમી જ નથી. પ્રતિભાશાળી લોકો સામે કામ કરવા માટે નવી નવી બારીઓ ખુલતી રહે છે.

જો તમે કઈક હટકે કરવા માંગતા હોય તો અમે તમને આજે એકદમ નવો આઈડિયા બતાવી રહ્યા છીએ. હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જેમાં લોકો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Social Media Influencer) બનીને લોકો મોટી કમાઈ કરી રહ્યા છે.

જો તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય તો તેનો ઉપયોગ પ્રોફેશનલ રીતે જરૂર કરો. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાંડ એન્ડોર્સમેન્ટ કરીને કમાણી થઈ શકે છે. જો કે તે માટે ફોલોઅર્સનો સ્ટ્રોંગ બેસ હોવો ખુબ જ જરૂરી છે. જેથી કરીને લોકો તમારા પર ભરોસો કરી શકે.

કેવી રીતે બની શકાય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર :

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવા માટે તમારે તમારી ક્રિએટિવિટી ઉપર પૂરેપૂરી રીતે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્લુએન્સર (પ્રભાવશાળી) બનવા માટે તમારે તમારી સ્પેશિયાલિટીને ઓળખવી પડશે. એક ફિક્સ પ્રોગ્રામ હેઠળ કામ કરવું પડશે. ધીરે ધીરે તમારી સ્પેશિયાલિટી લોકોને આકર્ષિત કરશે અને તમારા ફોલોઅર્સની સંખ્યા લાખો સુધી પહોંચી જશે.

ફેસબુક એકાઉન્ટ પર લાઈક્સ વધારવા માટે કવર અને પ્રોફાઈલ ફોટો યોગ્ય રીતે પસંદ કરવો જોઈએ. જો તમારું બિઝનેસ પેજ હશે તો પ્રોફાઈલ ફોટો પર પોતાનો ફોટો લગાવો પરંતુ કવર ફોટા સાથે ક્રિએટિવિટી કરી શકો છો.

કન્ટેન્ટ પર કરો ફોકસ :

સોશિયલ મીડિયા પર લાઈક અને ફોલોઅર્સ વધારવા માટે સૌથી પહેલા તો તમારે તમારા કન્ટેન્ટ પર ખાસ ધ્યાન આપવું પડશે. માની લો કે જે રીતે તમારા ઘરમાં અખબાર આવે છે અને તમે બિઝનેસ પેજ ખોલીને જાણવા માંગો કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં શું થયું. કઈ કંપનીએ કાર કે બાઈકનું નવું મોડલ લોન્ચ કર્યું. બસ આ જ નોલેજ તમને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનાવી શકે છે.

તમારે બસ એ કરવાનું છે કે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોની સાથે તમારું નોલેજ શેર કરવાનું છે. તમે ઈચ્છો તો લોન્ચ થનારા નવા મોડલની સમીક્ષા પણ કરી શકો છો. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોસ્ટ કરવાના નામે ગમે તે વસ્તુ કે કન્ટેન્ટ પોસ્ટ ન કરવું જોઈએ. આમ કરવાથી તમારી ક્રેડિબિલિટી ઉપર પણ સવાલ ઉઠી શકે છે.

આ પણ વાંચો :-