Raghavji Patel made people laugh
- રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ટોપી વાળા ખોટા ખોટા વચનો આપી રહ્યા છે. 23 વર્ષ સુધી સંઘર્ષ બાદ હું મંત્રી બન્યો છું. અનેકવાર ખેડુતો માટે લડ્યો, જગાડ્યો, હાર્યો અને આજે મંત્રી બન્યો છું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જેતપુર-જામકંડોરણાના (Jetpur-Jamkandorana) ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના (Jayesh Radadia) ગઢમાં ભાજપના નેતાઓનો મેળાવડો જામ્યો છે. રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણામાં (Jamkandorana) કન્યા છાત્રાલયમાં યોજાઈ હતી. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટોપીવાળા રોજ આવીને રેવડી વેચે છે અને જનતાને ખોટાં વચન આપી રહ્યા છે.
રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ટોપી વાળા ખોટા ખોટા વચનો આપી રહ્યા છે. 23 વર્ષ સુધી સંઘર્ષ બાદ હું મંત્રી બન્યો છું. અનેકવાર ખેડુતો માટે લડ્યો, જગાડ્યો, હાર્યો અને આજે મંત્રી બન્યો છું. રાજ્યમાં પ્રાદેષિક પાર્ટીઓનું અસ્તિત્વ ન હોવાની વાત કરી હતી.
રાઘવજી પટેલે લોકોને હસાવ્યા :
રાજ્ય મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુની જાનમાં અમે પણ જોડાયા હતા. હું અને મારી પત્ની બન્ને હારી ગયા હતા. મારી પત્ની ત્યારથી ચૂંટણી લડવાનું નામ લેતી નથી. ટોપીવાળા રોજ આવીને રેવડી વેચે છે.
મહત્વનું છે કે રાજ્ય સરકારના મંત્રી આજ કાલ આક્રમક જોવા મળ્યા હતા, ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના નેતાઓ એક પછી એક આક્રમક બની રહ્યા છે. હવે 11 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણા આવી રહ્યા છે. જામકંડોરણામાં વડાપ્રધાનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે.
આ પણ વાંચો :-