Sunday, Apr 20, 2025

નવ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પણ રોહિત ખુશ નથી; કહ્યું – ટીમ ક્યાં નબળી છે ?

3 Min Read

Even after beating Australia after

  • ભારતે ઓસ્ટ્રેલિયાને હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી ટી-20માં હરાવ્યું છે. આ સાથે જ ત્રણ મેચની સિરીઝને જીતી લીધી છે.

સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને વિરાટ કોહલીએ (Virat Kohli) અર્ધશતક બનાવી ભારતે હૈદરાબાદમાં (Hyderabad) ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને (Australia) છ વિકેટથી હરાવ્યું હતું. આ જીત પછી ભારતે 3rd ટી20 સિરીઝને 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતે નવ વર્ષ પછી હોમ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાને ટી20 સિરીઝમાં હરાવ્યું છે. 2019માં રમાયેલી સિરીઝમાં ભારત બંને ટી20 હારી ગયું હતું. ત્યાં 2017-18માં સિરીઝ 1-1થી ટાઈ થઈ હતી.

આ સિરીઝમાં ભારતને મોહાલીમાં થયેલા પ્રથમ મુકાબલામાં હાર મળી હતી. ત્યારબાદ ભારતે નાગપુર અને હૈદરાબાદમાં જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. પરંતુ ભારતીય કપ્તાન રોહિત શર્મા સિરીઝને લઈને ખુશ જોવા નથી મળ્યા. આજે પણ અવી ઘણી બાબતો છે જ્યાં ટીમને સુધારાની જરૂર છે. મેચ પછી રોહીતે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ઘણાં ખેલાડીઓએ જીત મેળવામાં યોગદાન આપ્યું :

રોહિત શર્માએ મેચ પછીની રજૂઆતમાં કહ્યું કે, ‘આ અમારા માટે મોટી તક હતી. અમે સારૂં રમવા માંગતા હતા અને એમાં અમે સફળ પણ રહ્યા છીએ. અમારા માટે સારી બાબત એ છે કે, ઘણા બોલરો અને બેટર્સે જીત મેળવામાં યોગદાન આપ્યું છે. અમે બધા ડ્રેસિંગ રૂમમાં બેસીને જોતા ત્યારે એક ટીમ તરીકે ખૂબ જ સારૂં લાગતું હતું. ઘણીવાર સારા પ્રદર્શન કરવામાં ખરાબ થઈ જાય છે.

આ ટી20 ક્રિકેટ છે અને આમાં ભૂલ ઓછી થવી જોઈએ. મને લાગ્યું કે અમે તકનો ફાયદો ઉઠાવ્યો છે, અમે જોખમ લેવાથી પીછેહઠ કરી નથી. ઘણીવાર આ બાબત આપણા હાથમાં નથી પણ હોતી. પણ હા અમે આ મેચ સાથે આ શીખ લઈને જઈશું.’

બુમરાહે પહેલી વાર 50 રન આપ્યા :

બુમરાહે હૈદરાબાદ ટી-20માં ચાર ઓવરમાં 50 રન આપ્યા છે. પોતાના ટી-20 કરિયરમાં પહેલીવાર બુમરાહે 50 રન આપ્યા છે. તેમણે કોઈ વિકેટ પણ નથી લીધી. આ પહેલાં 2016માં બુમરાહે લોડરહીલમાં વેસ્ટઈન્ડીઝની સામે 47 રન આપ્યા હતા. બીજી તરફ હર્ષલ પટેલ તો પોતાની 4 ઓવર કરી જ નથી શક્યા.

તેમણે બે ઓવરમાં 18 રન આપ્યા. ભુવનેશ્વર કુમારે એકવાર ફરી 18મી ઓવર નાખી અને ફરી મોંઘા સાબિત થયા. તેમણે આ ઓવરમાં 21 રન આપ્યાં. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી પાંય ઓવરમાં 63 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

 

Share This Article