મતદાનથી વંચિત જૂનાગઢની આ જગ્યાએ પહેલીવાર પહોંચશે ચૂંટણી પંચ ! મતદાન બુથ ઉભું કરવા વિચારણા

Share this story

The Election Commission will reach this

  • ઉપલા દાતારની જગ્યામાં મતદાન બુથ ઉભું કરવા વિચારણા, ઉપલા દાતારના મહંતોની પરંપરા મુજબ તેઓ કદી જગ્યા છોડી નીચે આવતા નથી.

જૂનાગઢ (Junagadh) ઉપલા દાતારની (Upper Datar) જગ્યા કોમી એકતાનું પ્રતિક સમાન છે, ત્યારે આઝાદી સમયથી દાતારની જગ્યાના મહંતો (Mahanto) મતદાનથી વંચિત રહ્યા છે. ત્યારે હાલના મહંતે ચૂંટણી પંચને મતદાન મથક (Polling station) ઉભુ કરવાની અપીલ કરી છે.

જૂનાગઢ ગીરનાર સમીપ ઉપલા દાતારની જગ્યા ખુબ ઊંચાઈ ઉપર આવેલી છે અને ઉપલા દાતારની જગ્યા કોમી એકતાનું પ્રતીક સમાન છે, ત્યારે ઉપલા દાતાર જગ્યાના નવાબી સમયમા પહેલા મહંત પટેલ બાપુ હતા. તે બ્રહ્નલીન થયા તેની જગ્યાએ વિઠ્ઠલ બાપુ મહંત બન્યા પણ સમય જતા તે પણ બ્રહ્મલીન થતા હાલ ભીમ બાપુ ગાદીપદે બિરાજમાન છે.

ઉપલા દાતારની જગ્યા આસન સિદ્ધ તરીકે ઓળખાય છે એટલે ઉપલા દાતાર જગ્યાના જે પણ મહંત બને એ કોઇ દિવસ જગ્યા છોડીને નીચે ઉતરતા નથી. પટેલ બાપૂ અને વિઠ્ઠલ બાપુ દેવ પામ્યા બાદ બંને મહંતની સમાધી પણ તે જગ્યામા આપવામા આવી હતી. ત્યારે આઝાદી કાળથી જગ્યાના મહંત તમામ મહંતો મતદાનથી વંચિત રહ્યા છે.

No description available.

2022 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી દીધી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું પર્વ ખરા અર્થમાં સાર્થક બને એક પણ વ્યક્તિ મતદાન થી વંચિત ના રહે તેવા પ્રયાસો કરવામા આવતા હોઈ છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા વર્ષો પહેલા મધ્ય ગીરમાં આવેલ બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપૂ માટે એક મત માટે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું.

પરંતુ ભરતદાસ બાપુનું અવસાન થતા એ મતદાન મથક બંધ થયું ત્યારે ઉપલા દાતારની જગ્યા એવી છે કે ત્યાંના મહંત કોઇ દિવસ જગ્યા છોડીને જતા નથી. ત્યારે જગ્યાના મહંત ભીમ બાપુએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે પવિત્ર અને કિંમતી મત આપવાનો અધિકાર દરેક ભારતીય નાગરિકને છે ત્યારે જો ઉપલા દાતારની જગ્યામાં મતદાન મથક ઉભુ કરવામાં આવશે તો ખુશી વ્યક્ત થશે અને મતદારોને પણ અપીલ કરી હતી કે મતદાન કરવું જોઈએ.

આ પણ વાંચો :-