આજનું રાશિફળ 27 સપ્ટેમ્બર : સિંહ-કુંભ રાશિના જાતકો માટે દિવસ હકારાત્મક સાબિત થશે, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

Share this story

Today’s Horoscope 27 September : GujaratGuardian

મેષ રાશિ : વેપારમાં રોકાણ માટે આજનો દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. જીવનમાં કેટલાક નવા બદલાવ આવી શકે છે.

વૃષભ રાશિ : લાંબા સમયથી ચાલતા કામમાં તમને સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. ઘરમાં મહેમાનના આગમનથી વાતાવરણ હળવું રહેશે. ધન ખર્ચ વધી શકે છે. સંતાન તરફથી તમે સંતુષ્ટ રહેશો.

મિથુન રાશિ : આ રાશિના વ્યાપારીઓને આજે ફાયદો થશે. તમારી વાણી પર સંયમ રાખો. નોકરી કરતા લોકોને ઓફિસમાં પ્રશંસા મળશે. વૈવાહિક જીવનમાં સુ:ખ અને શાંતિ રહેશે. વિદેશ પ્રવાસની તકો છે.

કર્ક રાશિ : આજે બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઓફિસમાં સહકર્મીઓની મદદ મળશે.

સિંહ રાશિ : આજે પરિવારમાં તમારી વાત પર ધ્યાન આપવામાં આવશે. આર્થિક લાભ થશે. મનની શાંતિ માટે ધ્યાન અને યોગને તમારી દિનચર્યામાં સામેલ કરો. મિત્રો તરફથી તમને કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. લગ્ન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે.

કન્યા રાશિ : આજેનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વિદેશમાં વેપાર કરવાની તકો છે. કોઈ વાતથી મન પરેશાન થઈ શકે છે. સ્વભાવે ક્રોધનો અતિરેક રહેશે.

તુલા રાશિ : નોકરીમાં પ્રમોશન મળી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યવસાય સામાન્ય રહેશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ભારે પડી શકે છે. નવું વાહન ખરીદી શકો છો.

વૃશ્ચિક રાશિ : આજે તમને પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. ઓફિસના કામમાં ભાગદોડ કરવી પડી શકે છે.

ધનુ રાશિ : આજે પરિવારમાં થોડો મતભેદ થઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. નોકરીમાં થોડી મુશ્કેલી આવી શકે છે. વેપારમાં વધારો થશે.

મકર રાશિ : પરિવારના સભ્યો સાથે સારો તાલમેલ રહેશે. તમારે મુસાફરી કરવી પડી શકે છે. મનની કોઈ ઈચ્છા પૂર્ણ થવાથી મન પ્રસન્ન થશે. તમારી કાર્યદક્ષતાના બળ પર તમે ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓને ખુશ કરી શકશો.

કુંભ રાશિ : મનમાં આશા અને નિરાશાની ભાવનાઓ ઉભી થશે. ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ છે. તમારા નજીકના લોકો સાથે સમય વિતાવો.

મીન રાશિ : આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. નવી નોકરી મળી શકે છે. પરિવારમાં અણબનાવ થઈ શકે છે. પૈસાની દ્રષ્ટિએ દિવસ શુભ છે.

આ પણ વાંચો :-