Shift to these 5 foreign cities after
- વિદેશમાં સ્થાયી થવા માંગો છો. તો દુનિયાની આ 5 એવી જગ્યા જ્યાં રહેવા માટે તમને મળશે સામેથી ગ્રાન્ટ તો ચાલો આગળ જાણીએ આ 5 જગ્યાઓ વિશે.
ઘણા લોકો વિદેશ પ્રવાસ (Foreign travel) કરવાનું સપનું જોતા હોય છે. પરંતુ વિદેશ (Abroad) જવું ઘણું મોંઘુ પડે છે. પરંતુ જો તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે સેટલ થાવ ત્યારે તમારે કોઈ ખર્ચ કરવો પડતો નથી. તમને અહીં સ્થાયી થવા માટે લાખો રૂપિયા સામેથી આપવામાં આવે છે.
એન્ટિકિથેરા :-
જો તમે સસ્તામાં વિદેશમાં સ્થાયી થવા માંગતા હોવ તો ગ્રીસના એન્ટિકિથેરા (Antikythera) ટાપુ પર તમે ઘર બનાવી શકો છો. અહીં માત્ર 43 હજાર રૂપિયામાં તમને ઘર બનાવવા માટે જમીન મળી શકે છે.
તુલસા :-
જો તમે અમેરિકામાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો તો ઓક્લાહોમા રાજ્યનું શહેર તુલસા (Tulsa) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. જો તમે અહીં સ્થાયી થયા છો. તો તમને ગ્રાન્ટ તરીકે 7.4 લાખ રૂપિયા મળશે. તમને ફ્રી ડેસ્ક સ્પેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેવાની તક પણ મળશે. આ સિવાય અમેરિકાના મિનેસોટા રાજ્યના (Bemidji) શહેરમાં જશો તો તમને 1.8 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે.
આલ્બિનેન :-
જો તમારી ઉંમર 45 વર્ષથી ઓછી હોય તો તમે સ્વિત્ઝર્લેન્ડના આલ્બિનેન (Albinen)માં સ્થાયી થઈ શકો છો. જો અહીં સ્થાયી થયા તો તમને 21 લાખ રૂપિયાથી વધુ આપવામાં આવશે. પરંતુ અહીં રહેવાની શરત એ છે કે તમારે 10 વર્ષ સુધી આ દેશમાં રહેવું પડશે. આ ઉપરાંત અહીં સ્થાયી થવા માટે તમારી પાસે સ્વિસ નાગરિકત્વ હોવું આવશ્યક છે, અથવા સ્વિસ નિવાસી સાથે લગ્ન કરેલ હોવા જોઈએ.
આ પણ વાંચો :-