CR Patil hinted early election in Gujarat
- આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન પાટીલે કહ્યું કે, આ વખતે ચૂંટણી 12 દિવસ પહેલા યોજાઈ શકે છે. 2017 ની ચૂંટણી ડિસેમ્બરમાં થઈ હતી. આ વખતે મારો અંદાજ છે કે નવેમ્બરમાં થઈ શકે.
ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે ચૂંટણી 15 દિવસ પહેલાં યોજાઈ શકે છે. નવેમ્બરમાં (November) ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવું અનુમાન છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) આ સંકેત આપ્યા છે. આણંદમાં (Aanad) એક કાર્યક્રમ દરમિયાન પાટીલે કહ્યું કે આ વખતે ચૂંટણી 12 દિવસ પહેલા યોજાઈ શકે છે. 2017 ની ચૂંટણી ડિસેમ્બરમાં થઈ હતી. આ વખતે મારો અંદાજ છે કે નવેમ્બરમાં થઈ શકે.
આજે આણંદમાં જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન કરાયું કરાયું છે. સાથે જે ભારતમાતા સરદાર પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દિન દયાલ ઉપાધ્યાયની મૂર્તિનું પણ લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 3.50 કરોડના ખર્ચે બનાવાયેલા શ્રી કમલમને ખુલ્લુ મૂક્યુ હતું. ત્યારે કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સીઆર પાટીલે ચૂંટણી વહેલી આવવાની શક્યતા વ્યક્ત કરી.
આણંદમાં ચૂંટણી અંગે સીઆર પાટીલે કહ્યું કે, આ વર્ષે ગુજરાતમાં આગામી નવેમ્બરમાં ચૂંટણી આવશે. આ વખતે ચૂંટણી 10 દિવસ વહેલી આવશે. જો કે ચૂંટણી કઇ તારીખે આવશે તે હું કઈ કહી શક્તો નથી. પરંતું હાલ બિલાડીના ટોપની જેમ રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા છે. દિલ્હીથી આવનારા રિટર્ન ટીકીટ કઢાવી લે.
તો બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર ગુજરાતના પ્રવાસે છે. જેમાં 2 દિવસ ગુજરાતમાં બેઠકોનો દોર ચાલશે. આ બેઠકોમાં રાજ્યમાં ચૂંટણી વ્યવસ્થા અંગે ચર્ચા કરાશે. સાથે જ ચૂંટણી તૈયારીઓ માટે વિવિધ કામગીરીની સમીક્ષા કરાશે. રાજકીય પક્ષો અને જિલ્લા કલેક્ટર, પોલીસ વડાઓ સાથે બેઠક કરશે.