Know who is Shahbaz Ahmed ?
- ટી 20 વલ્ડ કપ પહેલા 28 સપ્ટેમ્બરે T20 સિરિઝ શરૂ (T20 World Cup 2022) થઈ રહી છે. આ સિરિઝમાંથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. જોકે તેની જગ્યાએ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને સ્થાન આપવામાં આવ્યું છે.
ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) આગામી મહિનામાં યોજાશે. જેને લઈને ટીમ ઈન્ડિયા (Team India) પણ પોતાની તૈયારી બતાવી રહી છે. ટીમ વર્લ્ડ કપ પહેલા છેલ્લી T20 સિરીઝ રમવા માટે મેદાને ઉતરી છે. 28 સપ્ટેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA)વચ્ચે 3 મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. જણાવી દઈએ કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને (Hardik Pandya) શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.
જો કે તેના સ્થાને ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને (Shahbaz Ahmed) ટીમમાં જગ્યા મળી છે. શાહબાઝ આ શ્રેણી દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી રહ્યો છે. અગાઉ IPL 2022માં તે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો જ્યાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !
શાહબાઝ અહેમદ ક્રિકેટની સાથે સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, જોકે ક્રિકેટ તેમણે પોતાની પ્રથમ પસંદગી રાખી હતી. આ કારણે તે ભાગ્યે જ ક્લાસમાં જઈ શકતો, તેમ છતાં તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. હરિયાણાના મૂળ શાહબાઝને ક્રિકેટમાં આવવું સરળ નહોતું. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે તે મિત્રના કહેવાથી બંગાળ ગયો હતો. તેણે ડિસેમ્બર 2018માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યો હતો. ત્યારથી તે ભારત માટે રમવાનું સપનું જોઈ રહ્યો હતો.
RCBએ 10 ગણા મોંઘા ભાવે ખરીદ્યા:
IPL 2022 પહેલા હરાજીમાં શાહબાઝ અહેમદની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હોવા છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને 2.40 કરોડમાં ખરીદ્યો હતો. એટલે કહી શકાય કે તેને ટીમે 10 ગણા મોંઘા ભાવે ખરીદ્યો હતો. IPL 2022માં તેણે 16 મેચમાં 27ની એવરેજથી સ્ટ્રાઈક રેટ 121 સાથે 219 રન બનાવ્યા હતા. આ સાથે જ તેમણે 45 રનની બેસ્ટ ઈનિંગ્સ રમી હતી. આ સિવાય આ લેફ્ટ સ્પિનરે 4 વિકેટ પણ લીધી હતી.
આ બાદ ટીમ ટી20 લીગમાં પ્લેઓફમાં સુધી પહોંચી ગઈ હતી. તેના ઓવરઓલ T20 પ્રદર્શન (T20 World Cup 2022 )પર નજર કરીએ તો તેણે 56 મેચમાં 20ની એવરેજથી 512 રન બનાવ્યા હતા. અણનમ 60 રનની બેસ્ટ ઇનિંગ રમી અને 30ની એવરેજથી 30 વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે 7 રનમાં 3 વિકેટ લેવી એ બેસ્ટ પર્ફોમન્સ માનવામાં આવે છે.
આ પણ વાંચો :-