બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય ! માત્ર અપહરણની શંકાના આધારે ભરૂચમાં 2 મહિલાઓને લોકોએ માર માર્યો

Share this story

Children eating gang active! 2 women

  • અમદાવાદના દાણીલીમડામાં અને ભરૂચમાં બાળક ઉઠાવતા હોવાની આશંકાને લઇને સ્થાનિકોએ મહિલા સહીત ત્રણને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં હાલ બાળક ઉઠાવતી ગેંગ (Baby eating gang) સક્રિય થઈ છે. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આ ગેંગ દ્વારા બાળકોની ઉઠાંતરી કરવામાં આવે છે. ક્યાંક રેલવે સ્ટેશન (Railway station) પરથી તો ક્યાંક સ્કૂલ નજીકથી બાળકોની ઉઠાંતરી કરાતી હોવાનું સામે આવી રહ્યું છે. એવા અનેક શંકાસ્પદ વ્યક્તિઓ (a suspicious person) હાલ શહેરમાં ફરતા હોય છે.

પણ માત્ર શંકા અને વહેમનાં આધારે લોકો પણ હિંસક થતા જોવા મળી રહ્યા છે. લોકો એવા શંકાસ્પદ લોકોને પોલીસને સોંપવા કરતા પોતે કાયદો હાથમાં લઈ હિંસક બની રહ્યા છે. જે બાબત દુખદ છે. આવીજ એક ઘટનાં અમદાવાદનાં દાણીલીમડામાં બની હતી. જેમાં બાળકચોરની માત્ર આશંકાનાં લીધે લોકોએ 1 વ્યક્તિને ઢોરમાર મારવામા આવ્યો હતો.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

દાણીલીમડામાં બાળક ઉઠાવતી ગેંગની દહેશત :

અમદાવાદના દાણીલીમડામાં બાળક ઉઠાવતી ગેંગે આતંક મચાવ્યો છે. ત્યારે બાળક ચોરની આશંકાએ લોકોએ એક વ્યક્તિને ધોકાવી નાખ્યો હતો. જેમાં શંકાસ્પદ વ્યક્તિને માર મારાતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ યુવકને માર મારીને પોલીસને જાણ કરી હતી. જેને લઇને દાણીલીમડા પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે અગાઉ પણ લોકોએ માધુપુરામાં 2 વ્યક્તિઓને પકડી પોલીસને સોંપ્યા હતા.

ભરૂચમાં બાળકોના અપહરણનો વહેમ રાખી મહિલાઓને માર મારયો :

વધુમાં ભરૂચમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં બાળકોના અપહરણના વહેમ રાખી મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોના ટોળાએ ભરૂચ APMC માર્કેટમાં 2 મહિલાને જાહેરમાં માર માર્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો :-