EMI વાળા Marriage : અમેરિકામાં મોંઘવારીના કારણે EMI પર થઈ રહ્યા છે લગ્ન, વિચારમાં પડી બેંકો

Share this story

Marriage with EMI : Due to inflation in

  • અમેરિકામાં મોંઘવારી વધતાં EMI પર થઈ રહ્યા છે લગ્ન, 15 હજાર લગ્નઈચ્છુક જોડીઓ પર થયેલા સર્વેમાં સામે આવ્યું તારણ. વેડિંગ ગાઉનથી લઈને મેકઅપ સુધીનો તમામ ખર્ચ લોકો હવે EMIમાં ચૂકવવામાં આવી રહ્યો છે. જેના માટે કંપનીઓ સ્કીમ ચલાવી રહી છે.

વ્યાજે પૈસા (Money at interest) લઈને કે લોન લઈને પુત્રીઓના લગ્ન (Marriage of daughters) કરાવવાની વાત આપણા માટે નવી નથી. પરંતુ હવે આ ચલણ ભારતથી સાત સમદંર પાર એવા અમેરિકામાં (America) પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હવે લગ્ન EMI પર થઈ રહ્યા છે. જેમ-જેમ અમેરિકામાં મોંઘવારી (inflation) દર વધી રહ્યો છે તેમ તેમ વ્યાજનો સિલસિલો પણ વધતો જઈ રહ્યો છે.

એવામાં જોડીઓ EMI પર લગ્ન કરી રહ્યા છે. તેના માટે અનેક કંપનીઓ ખુલી ગઈ છે. આ કંપનીઓ દુલ્હનના ડ્રેસથી લઈને દુલ્હાના શૂટ અને બેન્ડવાજાથી લઈને રિસેપ્શન સુધીનો તમામ ખર્ચ ઉઠાવી રહી છે. આ એક પ્રકારની વેડિંગ ક્રેડિટ ઓફર છે. જે અમેરિકામાં અનેક કંપનીઓ લઈને આવી છે.

EMIથી પેમેન્ટ કરી શકો છો :

લગ્નનું બધું પેમેન્ટ તમે EMIથી પણ કરી શકો છો. જે પ્રમાણે આફ્ટર પે અને ક્લારા જેવી અનેક કંપનીઓ કપડાં અને ઘરનો સામાન ખરીદવા માટે બાય નાઉ, પે લેટરની ઓફર આપી રહી છે. જે જ પ્રમાણે મારુ જેવી કંપનીઓ લગ્ન માટે બાય નાઉ, પે લેટરની ઓફર લઈને આવી છે. તેમણે લગ્નના બિઝનેસ સાથે જોડાયેલ વેન્ડરો સાથે સમજૂતી કરી રાખી છે. પછી ભલે ફોટોગ્રાફર હોય, વીડિયોગ્રાફર હોય કે પછી મેકઅપ આર્ટિસ્ટ. લગ્નની તમામ તૈયારીઓ આ જ કંપની કરી આપે છે. અને તેના માટે તમારે એકસાથે પૈસા પણ ચૂકવવાના નથી.

15,000 લગ્ન પર સરેરાશ 22 લાખ રૂપિયા ખર્ચ :

વેડિંગ પ્લાનિંગ અને રજિસ્ટ્રી વેબસાઈટના 15,000 લગ્ન પર કરવામાં આવેલા સર્વેમાં આ ખર્ચ સરેરાશ 22 લાખ રૂપિયા જણાવવામાં આવ્યો છે. આવા સમયે અમેરિકામાં લોકો માટે ભાડું આપવાની પણ મોટી મુશ્કેલી છે. લોકોએ કિચનની જરૂરિયાત પણ સીમીત કરી દીધી છે. તમામ નાની દુકાનો બંધ થઈ ગઈ છે. મોટા શહેર છોડીને લોકો નાના શહેરમાં કે ગામડામાં રહેવા જવા લાગ્યા છે. લાખો લોકો અમેરિકા છોડીને મેક્સિકો ચાલ્યા ગયા છે. એવામાં લગ્નનો ખર્ચ ઉઠાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

અમેરિકામાં મોંઘવારીએ માઝા મૂકી :

1. યૂએસ સેન્ટ્રલ બેંકના અનુમાનથી મોંઘવારી દર ત્રણ ગણો વધારે

2. મે 2020થી અમેરિકામાં સતત વધી રહ્યો છે મોંઘવારી દર

3. એક્સપર્ટ્સના કોરોનાના સમયમાં અમેરિકી સરકારના રાહત પેકેજને ગણાવી રહ્યા છે કારણ

4. જાપાનમાં પણ પ્રોડક્શન પ્રાઈઝ ઈન્ડેક્શન 40 વર્ષની ઉચ્ચતમ સપાટી પર પહોંચ્યો

કેવી રીતે કામ કરે છે અમેરિકામાં વેડિંગ ક્રેડિટ આપનારી કંપનીઓ :

લગ્નની તૈયારી કરી રહેલા લગ્ન ઈચ્છુક યુવક અને યુવતીના પરિવારને કંપની મળે છે. વેન્ડર કંપનીના પ્લેટફોર્મ પર બિલ જમા કરાવી દે છે. તેના પછી જોડી આ બિલને 3, 6 કે 12 મહિનાના EMIમાં પસંદ કરી શકે છે. અડધું પહેલાં અને અડધું પછું પણ કરી શકે છે. કંપની જોડીની આર્થિક પરિસ્થિતિ પણ ચેક કરે છે. જો જોડી પેમેન્ટ આપી શકે તેમ ન હોય તો કંપની પોતાના વેન્ડરને બિલનું પેમેન્ટ ઓછું કરવાનું કહે છે.

તેના પછી જોડીની રકમની ચૂકવણી તેના સંબંધીઓ કરે છે. જેમની ક્રેડિટ પર લોન આપવામાં આવી હોય. અત્યાર સુધી માત્ર EMI પર ઘરની વસ્તુઓ જ મળતી હતી. પરંતુ હવે લગ્ન પણ EMI પર થઈ રહ્યા છે. હાલ તો આ ચલણ માત્ર અમેરિકામાં છે. પરંતુ સતત વધી રહેલી મોંઘવારીના સમયમાં આ ચલણ આખી દુનિયામાં ફેલાઈ જાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો :-