VIDEO : Stone…Stone… Players create ruckus in
- વડોદરાના યુનાઈટેડ વે ના ગરબા મેદાનમાં ખેલૈયાઓના પગમાં પથ્થર વાગતા રોષ જોવા મળ્યો, મોંઘા ભાવના પાસ ખરીદ્યા બાદ પણ ગરબા સ્થળે સુવિધા ન મળતા ખેલૈયાઓએ પથ્થર-પથ્થરના સૂત્રોચ્ચાર કર્યા હતા.
આદ્યશક્તિ મા અંબાના (Adhyashakti ma amba) આરાધનાના પર્વ નવરાત્રીની ધૂમધામપૂર્વક શરૂઆત થઈ ગઈ છે. કોરોનાના બે વર્ષ બાદ આ વખતે કોઈ રોકટોક વગર નવરાત્રીનું (Navratri) આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી પર્વ નિમિતે ઠેકઠેકાણે ગરબાના આયોજનો (Garba arrangements) કરવામાં આવ્યા છે અને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવામાં વડોદરા (Vadodara) શહેરમાં નોરતાના પહેલા જ દિવસે ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો.
ગરબા મેદાનમાં ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો :
વાત જાણે એવી છે કે આ વખતે શહેરના અટલાદરના એમ.એમ પટેલ ફાર્મ ખાતે વડોદરાના સૌથી મોટા યુનાઈટેડ વેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં અતુલ પુરોહિત અને તેમના ગ્રુપ દ્વારા ગરબા ગાવામાં આવી રહ્યા છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો.
આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !
મેદાનમાં ખેલૈયાઓ લાલઘુમ થયા :
વડોદરાના યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં ખેલૈયાઓ લાલઘુમ થઈ ગયા હતા. ગરબા મેદાન પર પગમાં પથ્થર વાગતા ખેલૈયાઓ સરખી રીતે ગરબાનો આનંદ માણી શક્યા નહોતા. મોંઘા ભાવના પાસ લીધા બાદ ગરબા સ્થળે સુવિધા ન મળતા ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. ગરબાના મેદાનમાં ખેલૈયાઓએ પથ્થર-પથ્થરના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો :-