ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો ખાસ વાંચી લેજો ! 1 ઓક્ટોબરથી RBI લાગુ કરવા જઈ રહી છે નવા નિયમો

Share this story

If you are using a credit or debit card

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા નિયમોના કારણે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના પેમેન્ટને લઈને 1 ઓક્ટોબરથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

જો તમે પણ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો (Credit and Debit Cards) ઉપયોગ કરો છો. તો તમારા માટે એક મોટું અપડેટ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નવા નિયમોના કારણે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના પેમેન્ટને લઈને 1 ઓક્ટોબરથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. RBI 1લી ઓક્ટોબરથી ટોકનાઈઝેશન સિસ્ટમ (Tokenization System) લાગુ કરી રહી છે. ચાલો જાણીએ કે ટોકનાઇઝેશન સિસ્ટમ શું છે અને તેના અમલીકરણને કારણે કયા ફેરફારો જોવા મળી શકે છે?

ટોકનાઇઝેશન શું છે ?

રિઝર્વ બેંક અનુસાર નવા કોડમાં કાર્ડ સંબંધિત માહિતીને ‘ટોકન‘ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે પણ તમે કોઈપણ પોર્ટલ પરથી સામાનનો ઓર્ડર આપો છો ત્યારે તમને કાર્ડ સંબંધિત માહિતી પૂછવામાં આવે છે. તમારી અંગત માહિતીને કોડમાં રૂપાંતરિત કરી શકાય છે.

ટોકનાઇઝેશન પાછળ RBIનો શું છે હેતુ ?

કોરોનાના આગમન પછી દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઝડપથી વધારો થયો છે. પરંતુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધવાની સાથે છેતરપિંડીમાં પણ વધારો થયો છે.

આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !

આ છેતરપિંડી અટકાવવા માટે રિઝર્વ બેંક દ્વારા ટોકનાઇઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ તમારા કાર્ડ પરની તમામ માહિતીને એક કોડમાં કન્વર્ટ કરશે. એટલે કે ઓનલાઈન મર્ચન્ટ કંપની પાસે પણ કોડ સિવાય કંઈ નહીં રહે.

કેવી રીતે એક્ટિવ કરવું ટોકનાઇઝેશન ?

  • સૌથી પહેલા તમે ઈ-કોમર્સ વેબસાઈટ પર જાઓ.
  • આ પછી પેમેન્ટ માટે કાર્ડનો વિકલ્પ પસંદ કરો.
  • તમારા કાર્ડની તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
  • પછી ‘Secure Your Card as RBI Guidelines‘ પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
  • તમારો OTP દાખલ કરો.
  • આ પછી તમારા કાર્ડની પર્સનલ ડિટેલ્સને બદલે ટોકન અપડેટ થઈ જશે.
  • ફરી જ્યારે તમે એ જ પ્લેટફોર્મ પર ખરીદી કરવા જશો, તો તમારા કાર્ડના 4 નંબર બતાવવામાં આવશે. જેનો અર્થ છે કે તમારું કાર્ડ ટોકનાઇઝ્ડ છે.
  • તમને જણાવી દઈએ કે જે કોઈ આ નવી સિસ્ટમને સ્વીકારવા નથી ઈચ્છતું, તેની પાસે જૂના વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો :-