Surat’s notorious bootlegger’s son’s hookah
- ગુજરાતમાં ઘણી વખત હુક્કાબાર તેમજ દારૂના જથ્થા સાથે નશાખોરોની ધરપકડ કરવામાં આવે છે. ત્યારે આજે સુરતમાં વધુ એક હુક્કાબાર ઝડપાયું છે. જેમાં 8ની ધરપકડ કરવામાં આવી.
સુરતમાં (Surat) SOG પોલીસે કુખ્યાત બુટલેગર ફિરોઝ (Notorious bootlegger Feroze) નાલબંધના પુત્રનું હુક્કાબાર ઝડપ્યું છે. જેમાં SOG પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી 8 લોકોની ધરપકડ કરી છે. પફ ઇન પીસ નામના હુક્કાબાર (Hookah bar) ઉપર SOGએ દરોડા પાડ્યા હતા. જેમાં 18 હુક્કા અને તમાકુ ફ્લેવરના 39 ડબ્બા SOG પોલીસે કબ્જે કર્યા. બુટલેગર ફિરોજ નાલબંધનો દીકરો અસદ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે 5.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કુલ 8 નસેડીઓને ઝડપી પાડ્યા :
મહત્વનું છે કે સુરતમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ અને અફીણ જેવા વ્યસનોની સાથે-સાથે હુક્કાબારનું પણ ચલણ વધી રહ્યું છે. જે અંગે સુરત પોલીસને વારંવાર ફરિયાદ મળતા પોલીસ આવા ગેરકાયદેસર હુક્કા પીનારા અને હુક્કાબાર ચલાવનારા ઉપર બાજ નજર રાખી રહી છે. દરમિયાન સુરત પોલીસને હુક્કાબાર ચાલતું હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આથી સુરત પોલીસે બાતમીના આધારે શહેરના રાણી તળાવ વિસ્તારમાં આવેલા સોની સ્ટ્રીટના નાલબંધ કોમ્પલેક્ષની દુકાન નંબર 8, 9 અને 10 માં ગેરકાયદેસર રીતે મોટાપાયે હુક્કાબાર ચાલી રહ્યું છે.
આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !
જેને લઇને પોલીસની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસ રેડ કરતા ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલતું હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં પોલીસે હુક્કાબાર ચલાવતા અને વ્યસન કરતા કુલ 8 નસેડીઓને ઝડપી પાડ્યા. પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કુલ 5 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો :
પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી કુલ 8 જેટલા નસેડીઓની ધરપકડ કરી છે. આ નસેડીઓ અલગ-અલગ કંપનીની તમાકુનું સેવન કરતા હતા. જેઓની પાસેથી પોલીસે અલગ-અલગ કંપનીની તમાકુ, હુક્કાઓ, હુક્કાઓનો સરસામાન, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ 5,93,660 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો :-
- ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો ખાસ વાંચી લેજો ! 1 ઓક્ટોબરથી RBI લાગુ કરવા જઈ રહી છે નવા નિયમો
- દારૂની મહેફિલ : અમદાવાદની હોટેલમાં દારૂની મહેફિલ માણતી બે યુવતી સહિત સાતની ધરપકડ