Liquor party : Seven including two
- સુભાષબ્રિજ નજીક આવેલી મેટ્રોપોલ હોટલમાં પોલીસની રેડ. ઈવેન્ટનું કામ કરતી યુવતી સહિત જમીન દલાલ પણ ઝડપાયો.
સુભાષ બ્રિજ સર્કલ (Subhash Bridge Circle) નજીક આવેલી હોટલ મેટ્રોપોલના (Hotel Metropole) 2 રૂમમાં ભેગા થયેલા કેટલાંક છોકરા-છોકરીઓ દારૂની મહેફિલ (Alcohol feast) માણી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે દારૂની મહેફિલ માણતી ઈવેન્ટ મેનેજમેન્ટનું (Event management) કામ કરતી યુવતી તેમજ જમીન દલાલ સહિત 7 લોકોને ઝડપી પાડ્યા હતા.
હોટલના રૂમમાં દારૂની મહેફિલ ચાલતી :
મેટ્રોપોલ હોટલના રૂમમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે રાણીપ પોલીસે રવિવારે રાતે 12.55 વાગ્યે દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન હોટલના 2 રૂમમાંથી 2 યુવતી અને 5 યુવાન દારૂ પીતા પકડી પડાયા હતા.
આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !
જેમાં સુનિલ ઓમપ્રકાશ રાજપૂત(ઉ.42 રહે,ચિલોડા), હિતાંશુ રમેશકુમાર મિશ્રા(ઉ.31 રહે, નવા નરોડા), સતીષ હરીભાઈ ચાવડા(ઉ.30 રહે, નવા નરોડા), રવિ સુરેશભાઈ જગસીયા (ઉં.31 રહે,નરોડા), કિશોર પ્રાગજીભાઈ કોરડીયા(ઉં.36 રહે, નાના ચિલોડા) તેમજ 2 યુવતી મળી આવતા તેમની પૂછપરછ હાથ ધરી હતી.
દારૂ પીવાની પરમિટ માગી :
આ સાથે બંને રૂમમાંથી સોડા- પાણી- દારૂની ખાલી અને ભરેલી બોટલો તેમજ બાયટીંગ અને જમવાનું પણ મળી આવ્યું હતું. પોલીસે સાતેય પાસે દારૂ પીવાની પરમિટ માગી હતી. પરંતુ કોઈની પાસે પરમિટ ન હોવાથી રાણીપ પોલીસે મહેફિલનો કેસ કરીને સાતેયની ધરપકડ કરી હતી.
આ અંગે પીઆઈ પરેશ ખાંભલા એ જણાવ્યું હતુ કે દારૂની મહેફિલમાં પકડાયેલા લોકોમાંથી સુનિલ જમીન દલાલ તરીકે કામ કરે છે. જ્યારે હિતાંશુ સિવિલ એન્જિનિયર છે સતીષ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ સાથે મહેફિલ માણતા પકડાયેલી 2 યુવતીમાં 1 ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતુ.
આ પણ વાંચો :-