રમતો રમતો જાય…! વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના પૂર્વ મંત્રી સાથે ગરબે ઘૂમ્યા કોંગી ધારાસભ્ય

Share this story

Games go games…! Before the

  • સૌરાષ્ટ્રની બેઠક વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ભાજપના પૂર્વ મંત્રી કનુ ભાલાળા સાથે ગરબે રમ્યા હતા. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના (Saurashtra) અનેક કોંગી ધારાસભ્ય ભાજપ સાથે જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ અટકળો વચ્ચે વિસાવદર શહેરમાં નવરાત્રિ મહોત્સવમાં હર્ષદ રીબડીયા (Harshad Ribdia) ભાજપ નેતા સાથે મન મૂકીને ગરબા ઘુમતા જોવા મળ્યા હતા. ભાજપ નેતા કનુ ભાલાળા (Kanu Bhalala) અને કોંગ્રેસના નેતા હર્ષદ રીબડીયા એક સાથે ગરબા રમતાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે માતાજીના ગરબા રમવામાં ક્યારેય રાજકારણ વચ્ચે આવતું નથી. પરંતુ હાલ ચૂંટણી ટાણે ભાજપ કોંગ્રેસ નેતા સાથે ગરબે રમ્યા હોવાનો વીડિયો ભારે ચર્ચા જગાવી રહ્યો છે. સૌરાષ્ટ્રની બેઠક વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ભાજપના પૂર્વ મંત્રી કનુ ભાલાળા સાથે ગરબે રમ્યા હતા. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિસાવદર શહેરમાં નવરાત્રિ મહોત્સવમાં હર્ષદ રીબડીયા ભાજપ નેતા સાથે મન મૂકીને ગરબા ઘુમતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખીય છે કે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક કોંગી ધારાસભ્ય ભાજપ સાથે જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ અટકળો વચ્ચે કોગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો પહેલા નોરતે ભાજપ નેતા સાથે ગરબે રમતાનો વિડીઓ સામે આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-